કર્ણાટકમાં 'સત્તાની સંગીત ખુરશી' વચ્ચે CM-DyCM એકસાથે દેખાયા, જાણો શું કહ્યું
- કર્ણાટકમાં સત્તાની સંગીત ખુરશી દિવસેને દિવસે રોચક થતી જાય છે
- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યા છે
- આજે બંને નેતાઓ એક જ સ્ટેજ પર દેખાતા અટકળો પર રોકા લાગી
Karnataka CM-DyCM Appear Together : કર્ણાટકમાં આંગણવાડીઓની સ્થાપનાની 50 મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એકસાથે દેખાયા છે (Karnataka CM-DyCM Appear Together). બંને નેતાઓના વર્તનથી મુખ્યમંત્રી પદ અંગે તેમની વચ્ચે કોઈ ઝઘડો થયો ન હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે, જો કે, બંને વચ્ચે મુખ્યમંત્રી પદની ખુરશીને લઇને સંગીત ખુરશી રમાઇ રહી હોવાનું મીડિયાના અહેવાલો થકી સામે આવ્યું છે.
ಇಂದು ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಅಭಿವೃದ್ಧಿ ಹಾಗೂ ವಿಕಲಚೇತನರ ಮತ್ತು ಹಿರಿಯ ನಾಗರಿಕರ ಸಬಲೀಕರಣ ಇಲಾಖೆ ವತಿಯಿಂದ ಆಯೋಜಿಸಲಾಗಿದ್ದ ಸಮಗ್ರ ಶಿಶು ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆಯ ಸುವರ್ಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರೊಂದಿಗೆ ಪಾಲ್ಗೊಂಡೆನು. pic.twitter.com/GdHxfbU1gT
— DK Shivakumar (@DKShivakumar) November 28, 2025
ગેરંટી યોજના લાગુ કરવાનો શ્રેય લીધો
ગઈકાલ સુધી મુખ્યમંત્રીના વચનો તોડવા બદલ આડકતરી રીતે ટીકા કરનારા ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર આજે પોતાના વલણને નરમ પાડતા દેખાયા હતા (Karnataka CM-DyCM Appear Together). જો કે, તેમણે મુખ્યમંત્રીની ટિપ્પણીનો વાતોવાતોમાં જવાબ આપ્યો છે. ડેપ્યુટી સીએમએ શિવકુમારે જણાવ્યું કે, રાજ્યમાં લાગુ કરાયેલી મહિલાઓ માટેની ગેરંટી યોજના તેમના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર ડેપ્યુટી સીએમ શિવકુમારના ટ્વીટના જવાબમાં મુખ્યમંત્રીએ ગેરંટી યોજના લાગુ કરવાનો શ્રેય લીધો હતો. પોતાના ભાષણમાં, ડીકે શિવકુમારે આશા વ્યક્ત કરી હતી કે, તેમને કર્ણાટકમાં ફરીથી પાર્ટીની સેવા કરવાની તક મળશે, અને સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને જનતાના આશીર્વાદ મળતા રહેશે.
મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવી
શિવકુમારે કહ્યું, "જ્યારે સોનિયા ગાંધીએ મને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરી, ત્યારે અમે જનતાને ઘણા વચનો આપ્યા હતા (Karnataka CM-DyCM Appear Together). અમને યુવાનો અને મહિલાઓમાં ખૂબ વિશ્વાસ છે. તે વિશ્વાસને જાળવી રાખીને, અમે પાંચ ગેરંટીઓ આપી. આમાંથી ત્રણ કાર્યક્રમો ખાસ કરીને મહિલાઓ માટે હતા. આ કાર્યક્રમોએ મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવી છે. આ રીતે અમે બધા કાર્યક્રમોની રૂપરેખા આપી છે."
તમે બધા અમને આશીર્વાદ આપો
શિવકુમારે કહ્યું, "તમારા આશીર્વાદ અમારી સાથે રહે, કૃપા કરીને અમને ફરી એકવાર તમારી સેવા કરવાની તક આપો (Karnataka CM-DyCM Appear Together). તમે બધા અમને આશીર્વાદ આપો. તમારા આશીર્વાદ સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર પર રહે. કોંગ્રેસ તમારા જીવનમાં પ્રકાશ લાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે."
દિલ્હી અમારા માટે મંદિર જેવું છે
નાયબ મુખ્યમંત્રી શિવકુમારે સંકેત આપ્યો કે તેઓ ટૂંક સમયમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી સાથે દિલ્હીની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે દિલ્હી તેમના માટે મંદિર જેવું છે. કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે, અને ભલે અમે અહીં શાસન કરીએ છીએ, અમારી નીતિઓ દિલ્હીમાં બને છે." વોક્કાલિગા સમુદાયના દબાણ અંગે, ડીકે શિવકુમારે કહ્યું કે કોંગ્રેસ તેમના સમુદાયની છે અને તેઓ એક એવા નેતા છે જે બધા સમુદાયો માટે કામ કરે છે.
આ પણ વાંચો ------ Bihar: Nitish Government 10 લાખ મહિલાઓના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે


