કર્ણાટકના કોલારમાં મહિલાનું નવું બ્લડ ગ્રુપ મળી આવ્યું, રિસર્ચ બાદ 'CRIB' નામ અપાયું
- કર્ણાટકમાં ઐતિહાસીક સિદ્ધીરૂપે નવું બ્લડગ્રુપ મળી આવ્યું
- મહિલાને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ, લોહીની જરૂરિયાત જણાતા ટેસ્ટ કરાયો
- મહિલાનું બ્લડગ્રુપ સમજવા માટે છેક યુકેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા
- આખરે મહિલાનું વિશ્વામાં અનોખું બ્લડગ્રુપ હોવાનું મળી આવ્યું છે
CRIB BLOOD GROUP : કર્ણાટકના કોલાર (KARNATAKA - KOLAR) જિલ્લાની 38 વર્ષીય મહિલામાં દુનિયાનો એક સંપૂર્ણપણે નવું બ્લડ ગ્રુપ (NEW BLOOD GROUP) મળી આવ્યું છે, જેને 'CRIB' નામ આપવામાં આવ્યું છે. આ શોધને રક્ત વિજ્ઞાનના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ (HISTORIC ACHIEVEMENT) માનવામાં આવી રહી છે. આ મામલો મહિલાને હૃદયની સર્જરી માટે કોલારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, અને તેમનો બ્લડ ગ્રુપ સામાન્ય રીતે O Rh+ હતો, પરંતુ જ્યારે તેમને સર્જરી પહેલા રક્તદાનની જરૂર પડી, ત્યારે ઉપલબ્ધ O-પોઝિટિવ યુનિટમાંથી કોઈ પણ તેમના શરીરના પ્રકાર સાથે મેળ ખાતું ન હતું, ત્યારે તપાસ કરતા સમગ્ર મામલે સામે આવ્યો છે.
મહિલાનું લોહી "પેનરિએક્ટિવ" હતું
આ જોઈને, હોસ્પિટલે કેસ રોટરી બેંગ્લોર ટીટીકે બ્લડ સેન્ટરની એડવાન્સ્ડ ઇમ્યુનોહેમેટોલોજી રેફરન્સ લેબને મોકલ્યો હતો. જ્યારે પ્રયોગશાળાએ અદ્યતન સેરોલોજીકલ તકનીકોનો ઉપયોગ કરીને નમૂનાનું પરીક્ષણ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે, મહિલાનું લોહી "પેનરિએક્ટિવ" હતું, એટલે કે તે કોઈપણ સામાન્ય રક્ત નમૂનાઓ સાથે મેળ ખાતું નથી. આનાથી એવી શંકા ઉભી થઈ કે તે એક દુર્લભ અથવા હજુ સુધી અજાણ્યું રક્ત જૂથ હોઈ શકે છે.
IBGRL માં મોકલવામાં આવ્યા
ત્યારબાદ, મહિલાના 20 સંબંધીઓના લોહીના નમૂનાઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ મેચ મળી ન્હતી. ડોકટરો અને પરિવારના સહયોગથી મહિલાના હૃદયની સર્જરી રક્તદાન વિના સફળતાપૂર્વક કરવામાં આવી હતી. મહિલા અને તેના પરિવારના લોહીના નમૂના વધુ પરીક્ષણ માટે બ્રિસ્ટોલ, યુકે સ્થિત ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરી (IBGRL) માં મોકલવામાં આવ્યા હતા. ત્યાં દસ મહિનાના વ્યાપક સંશોધન અને પરીક્ષણ પછી એક નવું રક્ત એન્ટિજન શોધાયું, જેને "CRIB" નામ આપવામાં આવ્યું છે.
એન્ટિજેન ક્રોમર બ્લડ ગ્રુપ સિસ્ટમનો એક ભાગ
CRIB નામમાં "CR" નો અર્થ ક્રોમર (એક હાલની રક્ત જૂથ પ્રણાલી) છે, અને "IB" નો અર્થ ભારત-બેંગ્લોર છે, જ્યાંથી તેની શોધ શરૂ થઈ હતી. આ નવું એન્ટિજેન ક્રોમર બ્લડ ગ્રુપ સિસ્ટમનો એક ભાગ છે. જૂન 2025 માં ઇટાલીના મિલાનમાં આયોજિત ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) ના 35મા પ્રાદેશિક કોંગ્રેસમાં આ શોધની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
"રેર ડોનર રજિસ્ટ્રી" શરૂ કરી
આ મહિલા વિશ્વની પહેલી વ્યક્તિ છે, જેનામાં આ નવો CRIB એન્ટિજેન મળી આવ્યો છે. આ શોધ બાદ રોટરી બેંગ્લોર TTK બ્લડ સેન્ટરે કર્ણાટક સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ અને ICMR ની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોહેમેટોલોજી (IIH), મુંબઈ સાથે મળીને "રેર ડોનર રજિસ્ટ્રી" શરૂ કરી છે. દુર્લભ રક્ત જૂથ ધરાવતા દર્દીઓને સમયસર યોગ્ય રક્ત પૂરું પાડવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ શોધથી ભારતને વૈશ્વિક રક્તવિજ્ઞાનમાં એક નવી ઓળખ મળી છે, પરંતુ દુર્લભ રક્ત જૂથો પર સંશોધન અને દર્દીઓને જીવનરક્ષક સહાય પૂરી પાડવાની દિશામાં પણ એક મોટું પગલું છે.
આ પણ વાંચો ----- Health Tips : ચોમાસામાં તમારા પરિવારજનોને ડેન્ગ્યૂથી બચાવા કરો આ ઉપાયો


