Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલીવુડની ફિલ્મના સેટને ટક્કર મારે તેવા ઘરમાં રહેતો મહાઠગ, કરોડો રુપિયાના ગોટાળાનો આરોપ

KARNATAKA : સલદાન્હા પર 500 કરોડ રૂપિયાની વ્યવસાયિક લોન અને રિયલ એસ્ટેટ રોકાણોનું વચન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે
બોલીવુડની ફિલ્મના સેટને ટક્કર મારે તેવા ઘરમાં રહેતો મહાઠગ  કરોડો રુપિયાના ગોટાળાનો આરોપ
Advertisement
  • મેંગલુરૂમાંથી મોટો ઠગ દબોચતી પોલીસ
  • લોન અને રોકાણના નામે ઝાંસામાં લઇને ઠગાઇ આચરતો
  • પોતાનું કામ પૂર્ણ થઇ જાય એટલે પીડિતો જોડે તુરંત સંપર્ક કાપી નાંખતો હતો

KARNATAKA : કર્ણાટક મેંગલુરુ શહેર પોલીસે (MANGALURU CITY POLICE) એક મહાઠગની ધરપકડ કરી છે. આ મહાઠગ 500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી કરનાર ધનિક ઉદ્યોગપતિઓ પાસેથી નકલી લોન અને જમીન ખરીદવાના બહાને કરોડો રૂપિયા પડાવતો હતો. મેંગલુરુ પોલીસ મધ્યરાત્રિએ તેના ઘરે પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી. આ પછી, આ ગઠિયાના ઘરની તસવીરો બહાર આવી છે, તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ઘર ફિલ્મી શૈલીમાં બનાવવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

ઘરની અંદર ગુપ્ત ઓરડાઓ હતા

પોલીસ કમિશનર સુધીર કુમાર રેડ્ડી અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રવિશ નાયકની આગેવાની હેઠળની એક ટીમે જેપીનામોગરુ વિસ્તારમાં સ્થિત કોનમેન રોહન સલદાન્હાના (ROHAN SALDANHA) ઘરે દરોડો પાડ્યો હતો. અંદરનું દૃશ્ય એકદમ આઘાતજનક હતું. મહાઠગ સલદાન્હાનું ઘર વૈભવી હતું, સંપૂર્ણપણે ફિલ્મી શૈલીમાં. ઘરની અંદર ગુપ્ત ઓરડાઓ હતા. દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે પહેલી વારમાં તો કોઈ તેમને શોધી ન શકે.

Advertisement

પૈસા મળ્યા પછી સલદાન્હા બધા સંપર્કો તોડી નાખતો

સલદાન્હા પર 500 કરોડ રૂપિયાની વ્યવસાયિક લોન અને રિયલ એસ્ટેટ રોકાણોનું વચન આપવાનો આરોપ છે. આ પછી તેણે ભોગ બનનાર પાસેથી પ્રોસેસિંગ ફી અને કાનૂની મંજૂરી માટે 50 લાખ રૂપિયાથી લઈને 4 કરોડ રૂપિયા સુધીના પૈસા લીધા હતા. પૈસા મળ્યા પછી સલદાન્હા બધા સંપર્કો તોડી નાખતો અને ગાયબ થઈ જતો.

Advertisement

ત્રણ મહિનામાં 40 કરોડના વ્યવહારો

તપાસમાં જાણવા મળ્યું કે, ત્રણ મહિનામાં સલ્દાન્હાના એક બેંક ખાતામાં 40 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હતા. આ કારણે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ દ્વારા મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી છે. હવે પોલીસે તેની ધરપકડ કરી છે અને તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા સંપત્તિ શોધ કરી રહી છે.

ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવવામાં આવ્યા

રોહન સલદાન્હાએ પોતાના ઘરને એવી રીતે ડિઝાઇન કર્યું હતું કે, તે સરળતાથી છુપાઈને ગાયબ થઈ શકતો હતો. ભવ્ય હવેલીમાં મોંઘી વસ્તુઓ રાખવામાં આવતી હતી. ઘરમાં 3-5 લાખ રૂપિયાના સુશોભન છોડ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જૂના શેમ્પેન અને વિદેશી દારૂનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. એટલું જ નહીં ઘરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા તે ત્યાં આવતા-જતા લોકો પર નજર રાખતો હતો. પોલીસે જણાવ્યું કે, આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે, સલદાન્હાએ આટલી બધી સંપત્તિ ભેગી કરવા માટે પૈસા ક્યાંથી ભેગા કર્યા. આ કેસ મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો ---- KEDARNATH TEMPLE - ETAWAH : તીર્થ પુરોહિત દ્વારા અખિલેશ યાદવના ઘરે વિરોધની ચિમકી

Tags :
Advertisement

.

×