Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કર્ણાટકની ચૂંટણી પ્રચારનું સાહિત્ય બને છે સુરતમાં, આટલા કરોડના મળ્યા ઓર્ડર

મંદીમાંથી પસાર થઈ રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને હવે અન્ય રાજ્યોમાં યોજનારી ચૂંટણીઓ માંથી ઓક્સિજન મળે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાય છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેનું પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી...
કર્ણાટકની ચૂંટણી પ્રચારનું સાહિત્ય બને છે સુરતમાં  આટલા કરોડના મળ્યા ઓર્ડર
Advertisement

મંદીમાંથી પસાર થઈ રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને હવે અન્ય રાજ્યોમાં યોજનારી ચૂંટણીઓ માંથી ઓક્સિજન મળે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાય છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેનું પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી મટીરીયલ જેવા કે ઝંડા ટોપી અને ખેસ સહિતનું પ્રિન્ટિંગ સુરતમાંથી જ કરાવે છે. અંદાજિત 50 કરોડ રૂપિયાના ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ત્રણ રાજ્યોની ચૂંટણી છે ત્યારે 200 કરોડ રૂપિયાના ઓર્ડર કાપડ વેપારીને મળે તેવી આશંકા છે.

Advertisement

સુરતના વેપારીઓને 50 કરોડ રૂપિયાના કાપડના ઓર્ડર મળ્યો
મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના કાપડ ઉદ્યોગને ચૂંટણીથી ઓક્સિજન મળવાની આશા છે. હાલ કર્ણાટકની ચૂંટણી માટે સુરતના વેપારીઓને 50 કરોડ રૂપિયાના કાપડના ઓર્ડર મળ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં અન્ય ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની હોવાથી 200 કરોડ રૂપિયાનો વેપાર ત્યાંથી મળે તેવી સંભાવના કાપડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. કાપડ ઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પ્રચાર-પસાર માટે પાર્ટીઓના ઝંડા, ખેસ, ટોપી સહિતની સામગ્રીઓ પાર્ટીઓ દ્વારા બનાવડાવી કાર્યકર્તાઓ અને મતદાતાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દેશની તમામ રાજકીય પાટીઓ ચૂંટણી પ્રચાર માટે આ રસ્તો અપનાવે છે.

Advertisement

તમામ પાર્ટીઓ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાડી રહી છે
સુરત પોલિયેસ્ટર કાપડનું મોટું હબ છે. અહીં કાપડ તૈયાર કરવાથી માંડી પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સસ્તા દરે થઇ રહે છે. તેથી ચૂંટણી પાર્ટીઓને જોઇએ તેવો માલ સરળતાથી અને બજેટમાં પાટીઓને મળી રહે છે. નાની પાર્ટીથી લઇ મોટી રાજકીય પાર્ટી તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને દાવેદારો ચૂંટણીના બે મહિના પહેલાથી અહીંના વેપારીઓનો સંપર્ક શરૂ કરે છે અને ઓર્ડર પણ રોકડેથી આપે છે. કોર્પોરેશનની ચૂંટણીથી લઇ લોકસભાની ચૂંટણી સુધી ચૂંટણી દરમિયાન દેશભરમાં સુરતમાં તૈયાર થયેલા કાપડની પ્રચાર સામગ્રી વહેંચવામાં આવે છે. નજીકના દિવસોમાં કર્ણાટકમાં વિધાનસભાની યોજાનારી છે. ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાડી રહી છે. પ્રચાર-પ્રસારમાં પણ કોઇ કચાશ રાખી નથી. ત્યારે સુરતના વેપારીઓને પણ 50 કરોડ રૂપિયાના ઝંડા, ખેસ અને ટોપી સહિત અન્ય સામગ્રી માટે ઓર્ડર મળ્યા છે. જે મોટા ભાગે પૂરા થઇ મોકલી આપવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂટણી યોજાવાની છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા
રાજ્યો છે. અહીં ચટણી દરમિયાન તમામ પાર્ટીઓ જોર-શોરથી પ્રચાર પ્રસાર કરે છે. અહીંના કાર્યકર્તાઓ સુરતના કાપડ માર્કેટ વિશે ખૂબ સારી રીતે સમજે છે. તેથી ત્રણેય રાજ્યોમાંથી 200 કરોડનો વેપાર મળે તેવી શક્યતા છે.

અહેવાલ -આનંદ પટણી,સુરત 

આપણ  વાંચો - BHARUCH: વેરાનો બોજો જનતાના માથે નાખતા વિપક્ષીઓ હવે મેદાને

Tags :
Advertisement

.

×