કાર્તિકી પૂનમના મેળવામાં રાજભા ગઢવીના કંઠથી શિવ મહિમા વરસ્યો
- સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ફર્સ્ટે આયોજન કર્યું
- રાજભા ગઢવીની ઉપસ્થિતમાં ડાયરાનું આયોજન
- મેળાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો
Somnath Kartiki Purnima Mela 2024 : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આજરોજ મેળાના 3 દિવસ હતો. ત્યારે આ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જોકે આ લોકમેળામાં છેલ્લા 3 દિવસની અંદર આશરે 3 લાખથી ભાવિ ભક્તોએ મેળા ઉપરાંત સોમનાખ મહાદેવના દર્શન કર્યા છે. ત્યારે આજરોજ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ફર્સ્ટ દ્વારા સોમનાથના પ્રાંગણાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ડાયરામાં સોમનાથ ટ્રસ્ટના અગ્રણીઓ સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
રાજભા ગઢવીની ઉપસ્થિતમાં ડાયરાનું આયોજન
આજરોજ ગુજરાત ફર્સ્ટ અને સોમનાથ ટ્રસ્ટના સમરૂપે ખાસ સાહિત્ય કલાકાર રાજભા ગઢવીની ઉપસ્થિતમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજભા ગઢવી આ ડાયરામાં ભાવિ ભક્તોને શિવસ્તવન, શિવ સ્તુતિ, શોર્યરલ અને સાહિત્યરસ વિશે જણાવશે. આ ડાયરામાં રાજભા ગઢવીએ લોકોને શિવ મહિમા વિશે જણાવ્યું હતું. આ ડાયરમાં ખાસ ગીર-સોમનાથના કલેક્ટર દિગ્વિજસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોરસિંહની સાથે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા હતા.
Somntahથી Rajbha Gadhviની શિવવંદના | Gujarat First
#Somntah #RajbhaGadhvi #lokdayro #Shivvandana #Gujaratfirst pic.twitter.com/3PCaUiCVWG
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
આ પણ વાંચો: સુરતના સિટીલાઈટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર
મેળાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો
જોકે આ કાર્તિતી પૂનમના 3 દિવસે જે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાહિત્ય કલાકાક અને સંગીતકાર કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તો કિર્તીદાન ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરેલ લોક ડાયરો મધ્યરાત્રી સુધી અનેક જૂના લોકગીતો, ભક્તિ ગીતો, શોર્ય ગીતો, દેશભક્તિ ના ગીતો સાથે સોળે કલાએ ખીલ્યો હતો. ત્યારે સામાન્ય લોકોની સુરક્ષા અને સુખાકારીને કેન્દ્રસ્થાને રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કલા વ્યંજન અને આનંદથી ભરપૂર કાર્તિકી પૂર્ણિમા મેળાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી


