ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu and Kashmir : 'માથા પર ટોપી, વધેલી દાઢી અને આંખોમાં ડર...', 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર...

Jammu and Kashmir માં આતંકી ગતિવિધિઓમાં વધારો ભારતીય સેનાનું ઓપરેશન ઓલઆઉટ યથાવત 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે ભારતીય સેના યુદ્ધના ધોરણે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. આ શ્રેણીમાં કઠુઆ પોલીસે 4...
02:03 PM Aug 10, 2024 IST | Dhruv Parmar
Jammu and Kashmir માં આતંકી ગતિવિધિઓમાં વધારો ભારતીય સેનાનું ઓપરેશન ઓલઆઉટ યથાવત 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે ભારતીય સેના યુદ્ધના ધોરણે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. આ શ્રેણીમાં કઠુઆ પોલીસે 4...
  1. Jammu and Kashmir માં આતંકી ગતિવિધિઓમાં વધારો
  2. ભારતીય સેનાનું ઓપરેશન ઓલઆઉટ યથાવત
  3. 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે ભારતીય સેના યુદ્ધના ધોરણે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે. આ શ્રેણીમાં કઠુઆ પોલીસે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ ચાર આતંકવાદીઓને છેલ્લીવાર સીઓજધારના મલ્હાર, બાની અને ઢોક વિસ્તારમાં જોવામાં આવ્યા હતા. પોલીસે દરેક આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા યોગ્ય માહિતી આપનાર માટે રૂ. 5 લાખનું ઈનામ પણ રાખ્યું છે.

માથા પર ટોપી અને દાઢી...

પોલીસે ચારેય આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ તમામે માથે કેપ પહેરેલી જોવા મળે છે. ચારેય આતંકીઓએ દાઢી પણ વધારી દીધી છે. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થાનિક લોકોની મદદથી આ ચારેય આતંકીઓની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Delhi : ISIS નો આતંકી કરી રહ્યો હતો બ્લાસ્ટની તૈયારી, થયા અનેક ચોંકાવનારા ખુલાસા...

રાજૌરીમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ...

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરી જિલ્લાના ગાઢ જંગલમાં સુરક્ષા દળોએ આતંકવાદી છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. સેનાએ આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ કાલાકોટના ધર્મસાલ વિસ્તારના ગુલાબગઢમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Bihar Crime : બેગુસરાઈમાં અસામાજિક તત્વોનો આતંક, એક જ પરિવારના 3 લોકોની કરી હત્યા...

હથિયારોનો જથ્થો મળી આવ્યો...

તેમણે કહ્યું કે બુધવારે મોડી રાત્રે શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદી ઠેકાણામાંથી એક એકે એસોલ્ટ રાઈફલ, બે મેગેઝીન, બે મેગેઝીન સાથેની એક પિસ્તોલ, બે હેન્ડ ગ્રેનેડ, ત્રણ વિસ્ફોટક પેકેટ અને લગભગ 100 કારતુસ અને સિગારેટના ઘણા પેકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : Paris Olympic 2024 : PM મોદીએ સેહરાવતને અભિનંદન પાઠવ્યા, કહ્યું- 'કુસ્તીબાજોનો આભાર...'

Tags :
4 terrorists sketchesGujarati NewsIndiaJammu Kashmir TerroristKathua policeNationalPolice announced reward lakhs rupeesterrorist
Next Article