Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : અમદાવાદ-વડોદરા એકસ્પ્રેસ વે પર મોતની ચિચિયારીઓ ગુંજી! કારમાં સવાર 5 પૈકી 3 નાં મોત

નડિયાદ-બિલોદરા બ્રિજ પાસે એક કારનું ટાયર અચાનક ફાટ્યું હતું.
kheda   અમદાવાદ વડોદરા એકસ્પ્રેસ વે પર મોતની ચિચિયારીઓ ગુંજી  કારમાં સવાર 5 પૈકી 3 નાં મોત
Advertisement
  1. Kheda માં અમદાવાદ-વડોદરા એકસ્પ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત
  2. નડિયાદ-બિલોદરા બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની
  3. અકસ્માતમાં 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત

ખેડા જિલ્લામાં (Kheda) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને સામેની સાઇડથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 પૈકી 3 વ્યક્તિઓનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. જ્યારે, અન્ય બે લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે (Nadiad Rural Police) કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: અડાજણમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને લીધી અડફેટે, ઘટના સ્થળ પર થયું મોત

Advertisement

Advertisement

કારનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ

ખેડા જિલ્લામાં (Kheda) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad-Vadodara Expressway) પર ત્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી જ્યારે એક કાર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. માહિતી અનુસાર, નડિયાદ-બિલોદરા બ્રિજ (Nadiad-Bilodara Bridge) પાસે એક કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી અને સામેની સાઇડમાં આવતી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનાં ફુરચેફુરચાં ઊડી ગયાં હતાં જ્યારે કારમાં સવાર 5 પૈકી 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી

કારમાં સવાર 5 પૈકી 3 નાં મોત, 2 ઇજાગ્રસ્ત

ઘટનાની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ (Highway Patroling Team) પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉપરાંત, મૃતદેહોને પીએમ અર્થે મોકલાયા હતા. માહિતી અનુસાર, મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : બહાર નીકળતા પહેલા ચેતજો! પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો!

Tags :
Advertisement

.

×