Naina Vavadiya Case : CM ને પત્ર, લખ્યું- 'આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો કરવો જરૂરી..!'
- કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ સમાજના આગેવાનો મેદાને (Naina Vavadiya Case)
- ખોડલધામ, સરદાર ધામ સહિત અન્ય સંસ્થાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
- "આવું કૃત્ય કરનાર લોકોમાં ભય ઊભો કરવો તે ખૂબ જરૂરી"
- મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જેની ઠુમ્મરે CM ને લખ્યો પત્ર
Naina Vavadiya Case : સુરતનાં કતારગામમાં (Katargam) ખાનગી ટ્યુશનની 19 વર્ષીય શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ પીડિત પરવારને ન્યાય અપાવવા સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. ખોડલધામ (Khodaldham), સરદારધામ (Sardardham) સહિત અન્ય સંસ્થાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય તપાસ અને ઝડપી ન્યાયની માગ કરી છે. બીજી તરફ મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જેની ઠુંમ્મરે (Jenny Thummar) પણ આ મામલે મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) પત્ર લખ્યો છે.
Surat Teacher Case: પીડિત પરિવારને ન્યાય અપાવવા સમાજ અગ્રણીઓ મેદાને, સખ્ત સજાની કરી માગણી#Gujarat #SuratNews #TeacherSuicideCase #KhodaldhamTrust #JusticeForTeacher #CMBhupendraPatel #KhodaldhamDemands #Justice #GujaratFirst pic.twitter.com/ASAR43gW6G
— Gujarat First (@GujaratFirst) July 17, 2025
ખોડલધામ, સરદાર ધામ સહિત અન્ય સંસ્થાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશનમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 19 વર્ષીય નૈના વાવડીયાએ (Naina Vavadiya Case) ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નીલ દેસાઈ નામનાં યુવકના ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ આપઘાત કર્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. નૈના વાવડીયા અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. ગઈકાલે સમાજનાં લોકો દ્વારા ડભોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચનું (Candle March) આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ખોડલધામ, સરદારધામ સહિત અન્ય સંસ્થાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને પીડિતાનાં પરિવારને ઝડપી ન્યાય મળે તેવી માગ કરી છે.
આ પણ વાંચો - Naina Vavadiya Case : 19 વર્ષીય શિક્ષિકાને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચ, નેતાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરતમાં શિક્ષિકા આપઘાતમાં હવે ખોડલધામની એન્ટ્રી
ખોડલધામ કાગવડ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો પત્ર
પત્ર લખીને ઘટનામાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ
આરોપીઓને કડકમાં કડક સજા મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે
પત્રમાં મૃતક દીકરીને આરોપી યુવક ઘણા સમયથી… pic.twitter.com/aytCdxhtji— Gujarat First (@GujaratFirst) July 17, 2025
'આવું કૃત્ય કરનાર લોકોમાં ભય ઊભો કરવો તે ખૂબ જરૂરી છે'
મુખ્યમંત્રીને પત્ર લખી ખોડલધામ કાગવડ, સરદાર ધામનાં પ્રમુખ ગગજી સુતરીયા અને મંત્રી બી.કે. પટેલ સહિત સમાજનાં અગ્રણીઓએ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખ્ત સજાની કરી માગ કરી છે. અગ્રણીઓએ જણાવ્યું કે, આવું કૃત્ય કરનાર લોકોમાં ભય ઊભો કરવો તે ખૂબ જરૂરી છે. આવા તત્વોનાં લીધે અનેક સમાજની દીકરીઓ ભોગ બને છે. સરકાર સખ્ત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર સમાજની માગણી છે.
આ પણ વાંચો - Surat : કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ!
બદનામ કરી મરવા મજબૂર કરનાર સામે કડક સજા થાય : જેની ઠુમ્મરે
બીજી તરફ મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જેની ઠુમ્મરે (Jenny Thummar) પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મામલે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું કે, કતારગામ વિસ્તાર (Katargam) અસામાજિક તત્વોનાં બાનમાં હોય દીકરીઓ અસલામત છે. નૈના વાવડીયાને તો ખરી પણ તેના માતા-પિતાને પણ માનસિક ત્રાસ અપાયો છે. બદનામ કરી મરવા મજબૂર કરનાર સામે કડક સજા થાય તેવી અમારી માગણી છે.
આ પણ વાંચો - Surat : સરાજાહેર જ્વેલર્સની દુકાનમાં 'લૂંટ વીથ મર્ડર' કેસમાં ઝડપાયેલા આરોપીનો વરઘોડો કઢાયો!


