Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બે સગીરોની સંડોવણી; હત્યા પાછળનું કારણ 13 ઓગસ્ટનો ઝઘડો

નયન સિંધી હત્યા કેસ : ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યું થર્મોકોલ કટર, સ્કૂલ પર બેદરકારીનો આરોપ
ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ   ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બે સગીરોની સંડોવણી  હત્યા પાછળનું કારણ 13 ઓગસ્ટનો ઝઘડો
Advertisement
  • ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : બે સગીરોની સંડોવણી, 13 ઓગસ્ટના ઝઘડો હત્યાનું કારણ
  • નયન સિંધી હત્યા કેસ : ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યું થર્મોકોલ કટર, સ્કૂલ પર બેદરકારીનો આરોપ
  • અમદાવાદ સ્કૂલ હત્યા : સગીર આરોપીના પિતાનો ચોરીનો ઈતિહાસ, તપાસમાં નવો ખુલાસો
  • ખોખરા હત્યા કેસ : બીજા દિવસે પણ શાળામાં પરિજનો દ્વારા ન્યાય માટે કરાયો હોબાળો
  • 15 વર્ષીય નયનની હત્યા : સગીર આરોપીએ એક વર્ષથી રાખેલું કટર બન્યું હથિયાર

અમદાવાદ : ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 15 વર્ષીય વિદ્યાર્થી નયન સિંધીની હત્યાના મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોની સંડોવણી સામે આવી છે, જેમાંથી એકે હત્યા આચરી હોવાનું જણાયું છે. આ હત્યા 13 ઓગસ્ટના રોજ થયેલા ઝઘડાની અદાવતનું પરિણામ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

19 ઓગસ્ટ, 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીને ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થીએ થર્મોકોલ કટર (નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર)થી હુમલો કરીને હત્યા કરી હતી. આ હુમલો સ્કૂલના સમય પૂરો થયા બાદ બન્યો, જ્યારે નયન અને આરોપી સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. નયનને પેટમાં છરીના ઘા ઝીંકાયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 15 લોકોના નોંધ્યા નિવેદન

Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો, સિક્યુરિટી સ્ટાફ, મૃતક નયનના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે હત્યા કરનાર સગીર છેલ્લા એક વર્ષથી થર્મોકોલ કટર પોતાની પાસે રાખતો હતો, જેનો ઉપયોગ તેણે આ હત્યામાં કર્યો.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે 13 ઓગસ્ટ, 2025ના રોજ નયનના પિતરાઈ ભાઈ (સગીર) સાથે આરોપી સગીરનો ઝઘડો થયો હતો, જેમાં નયન અને આરોપી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઝઘડો સીડી પર ધક્કો ખાવાની નાની ઘટનાથી શરૂ થયો હતો, જે પાછળથી અદાવતમાં ફેરવાયો. આ અદાવતને કારણે આરોપીએ 19 ઓગસ્ટના રોજ નયન પર હુમલો કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

હત્યા કરનાર સગીરના પિતા મૂળ રાજસ્થાનના વતની છે અને હાલ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પતંગનો વ્યવસાય કરે છે. આરોપી સગીર શાહઆલમ વિસ્તારમાં તેના નાના ભાઈ, માતા અને પિતા સાથે રહે છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીના પિતા 20 વર્ષ અગાઉ ચોરીના એક કેસમાં પકડાયા હતા, જેનો આ હત્યા કેસ સાથે સીધો સંબંધ નથી.

ક્રાઈમ બ્રાન્ચે બે સગીરોને હિરાસતમાં લીધા છે, જેમાંથી એકે હત્યા આચરી હોવાનું કબૂલ્યું છે. બીજા સગીર પર હત્યામાં સહાય કરવાનો આરોપ છે. હત્યામાં વપરાયેલું થર્મોકોલ કટર જપ્ત કરવામાં આવ્યું છે. નયનના પરિવારે આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં કુલ સાત સગીરોની સંડોવણી હોઈ શકે છે, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

સ્કૂલની બેદરકારી અને વિરોધ

આ ઘટના બાદ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ પર બેદરકારીના આરોપો લાગ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફટકારી છે, કારણ કે સ્કૂલે આ ઘટનાની તાત્કાલિક જાણ નહોતી કરી અને ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સ્કૂલે CCTV ફૂટેજ અને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ઘટના બાદ સિંધી સમુદાયના સભ્યો, માતા-પિતા અને સ્થાનિક લોકોએ સ્કૂલ પરિસરમાં ઘૂસીને તોડફોડ કરી, જેમાં ઓફિસ, વર્ગખંડો, સ્કૂલ બસ, LCD અને કોમ્પ્યુટરને નુકસાન પહોંચ્યું, જેનું મૂલ્ય આશરે ₹15 લાખ ગણાયું છે. આ ઉપરાંત, સ્કૂલ સ્ટાફ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ખોખરા પોલીસે તોડફોડ, હુમલો અને રમખાણોના આરોપ હેઠળ 500 લોકો સામે ફરિયાદ નોંધી છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.

આ પણ વાંચો- લો બોલો… તલાટીની બદલી રોકવા ગામ આખું DDO ઓફિસ પહોંચ્યું; જાણો શું છે મેટર

Tags :
Advertisement

.

×