ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khoraj : સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘનું પ્રસ્થાન

ખોરજ ગામમાં મુકેશભાઈ પટેલની આગેવાનીમાં અંબાજી પગપાળા સંઘની પરંપરા છેલ્લા 40 વર્ષોની રહી છે.
09:38 PM Aug 29, 2025 IST | Vipul Sen
ખોરજ ગામમાં મુકેશભાઈ પટેલની આગેવાનીમાં અંબાજી પગપાળા સંઘની પરંપરા છેલ્લા 40 વર્ષોની રહી છે.
Khoraj_Gujarat_first
  1. Khoraj ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના
  2. ખોરજ પગપાળા સંઘે સિદ્ધિ મેન્શનથી અંબાજી તરફ પ્રસ્થાન કર્યું
  3. સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રસ્થાન
  4. મુકેશભાઈની આગેવાનીમાં 40 વર્ષથી સતત આ સંઘની રહી છે પરંપરા
  5. ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલ અને ઋત્વિકભાઇ પટેલ જોડાયા

Khoraj : ભાવિ ભક્તો અત્યારે માં અંબાનાં દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી (Ambaji) જઈ રહ્યાં છે. ત્યારે શ્રી સિદ્ધિ ગ્રુપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની (Mukeshbhai Patel) આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે. ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ઋત્વિકભાઇ પટેલ (Ritvikbhai Patel) પણ સંઘમાં જોડાયા છે. તેમની સાથે 800 થી વધુ લોકો આ સંઘમાં ચાલતા જઈને મા અંબાનાં દર્શન કરશે.

આ પણ વાંચો -તરણેતર લોકમેળામાં Gramin olympic નું કરાયું ભવ્ય આયોજન,સરકાર તરફથી બે લાખથી વધુના ઇનામો અપાયા

Khoraj ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના

ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ (Khoraj Pagpala Sangh) આજે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી જવા રવાના થયો છે. આજે સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે સિદ્ધિ મેન્શનથી અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે. ગુજરાત ફર્સ્ટના MD જસ્મીનભાઈ પટેલ અને ઋત્વિકભાઇ પટેલ જોડાયા છે. મહત્ત્વની વાત એ છે કે ખોરજ ગામમાં મુકેશભાઈ પટેલની આગેવાનીમાં અંબાજી પગપાળા સંઘની પરંપરા છેલ્લા 40 વર્ષોની રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પગપાળા સંઘમાં જોડાય છે.

આ પણ વાંચો -Jagannath Temple માં 15 સપ્ટેમ્બરથી કતારમાં દર્શન સુવિધાની કરાશે શરુઆત,ભક્તોને મળશે રાહત

800 થી વધુ લોકો આ સંઘમાં ચાલતા જઈને માં અંબાનાં દર્શન કરશે

ત્યારે આ વર્ષે પણ વાજતે-ગાજતે રંગેચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાયા છે અને માં અંબાના દ્વારે પહોંચવા પ્રસ્થાન કર્યું છે. જણાવી દઈએ કે, 800 થી વધુ લોકો આ સંઘમાં ચાલતા જઈને અંબાજીમાં (Ambaji) માં અંબાનાં દર્શન કરશે. અગિયારસનાં રોજ માં અંબાનાં ધામમાં ધ્વજા ચઢાવવામાં આવશે. પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓમાં અનેરા ઉત્સાહ અને ભક્તિનો સંગમ જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Ganesh Chaturthi 2025 : ભગવાન ગણેશજીને પ્રિય એવા આ ફુલો અર્પણ કરીને તેમને પ્રસન્ન કરો

Tags :
AhmedabadAmbaji Pagpala SanghGujarat First MD Jasminbhai Patelgujaratfirst newsKhorajKhoraj Pagpala SanghMaa AmbaRitvikbhai PatelShaktipeeth AmbajiShri Siddhi Group Chairman Mukeshbhai PatelSiddhi MansionTop Gujarati News
Next Article