ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khoraj: ખોરજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ, યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Pran Pratistha Mahotsav, Khoraj: ખોરજ ગામમાં અત્યારે અનેરો અવસર આવ્યો છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પણ ભવ્ય રીતે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ખોરજમાં શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં...
12:52 PM Apr 20, 2024 IST | VIMAL PRAJAPATI
Pran Pratistha Mahotsav, Khoraj: ખોરજ ગામમાં અત્યારે અનેરો અવસર આવ્યો છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પણ ભવ્ય રીતે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ખોરજમાં શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં...

Pran Pratistha Mahotsav, Khoraj: ખોરજ ગામમાં અત્યારે અનેરો અવસર આવ્યો છે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પણ ભવ્ય રીતે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ખોરજમાં શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ખોરજ ગામ અને ગુજરાત 1st ના એમ.ડી જાસ્મીન ભાઈ પટેલ અને ચેરમેન મુકેશ ભાઈ પટેલ તથા ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સિદ્ધિ મેન્શનથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસમાં સંતો-મહંતો, આગેવાનો, રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. સિદ્ધિ મેન્શનથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી બેલીલોન ક્લબ રોડ, સાયન્સ સિટી, સોલાથી લઈને અમવાદા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લાઈવ ડીજે સાથે પ્રખ્યાત ગુજરાતી કલાકાર નેહા સુથાર અને રુપલ ડાભીએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી. નોંધનીય છે કે, શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતાં.

શોભાયાત્રાને લઈને લોકોમાં ભક્તિનો માહોલ

આજે વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ - 12 ને શનિવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાને લઈને લોકોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, હિંદુ ધર્મમાં ધાર્મિક તહેવાર અને મંદિરોનું અનેરૂ મહત્વ રહેલું છે. મંદિરો માટે અહીં ખુબ જ દાનપૂર્ણ પણ કરવામાં આવે છે. આ સાથે સાથે લોકો પણ ભક્તિભાવ સાથે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાવતા હોય છે. હમણાં જ ભારતના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે બાદ દેશમાં મંદિરો પ્રત્યે લોકોની ભાવના અનેક ઘણી વધી ગઈ છે. જેથી અત્યારે ખોરજ ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેને આજે બીજો દિવસ છે.

પ્રથમ દિવસે મહાયજ્ઞ અને જળયાત્રાનું આયોજન થયું

આજે ખોરજણાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શતચંડી મહાયજ્ઞને બીજો દિવસ છે. તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મહાયજ્ઞ અને જળયાત્રાનું (Jalyatra) આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞ અને જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળયાત્રામાં 101 કળશ સાથે કન્યાઓ યાત્રા પર નીકળી હતી. ખોરજના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે પ્રથમ દિવસની રાતે ભવ્ય ડાયરા કાર્યક્રમનું આયોજન કરાયું હતી. આ ડાયરા માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી અને અલ્પાબેન પટેલે ભારે જમાવટ બોલાવી હતી.

આ પણ વાંચો: Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ

આ પણ વાંચો: Khoraj ગામને આંગણે અનોખો અવસર, આજથી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત

Tags :
Gujarat NewsGujarati NewsKhorajKhoraj newsKhoraj Pran Pratishtha MohotsavKhoraj VillagePran Pratishtha MohotsavPran Pratishtha Mohotsav khoraj
Next Article