Khoraj ગામને આંગણે અનોખો અવસર, આજથી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત
Pran Pratishtha Mohotsav, Khoraj: ખોરજ ગામના આંગણે અત્યારે અનેરો અવસર આવ્યો છે. ખોરજ ગામના લોકોમાં અત્યારે અનોખો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા અને શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ખોરજ ગામ અને ગુજરાત 1st ના એમ.ડી જાસ્મીન ભાઈ પટેલ અને ચેરમેન મુકેશ ભાઈ પટેલ તથા ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસમાં સંતો-મહંતો, આગેવાનો, રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે.
ત્રિદિવસીય પ્રસંગનું ખાસ અને સુંદર આયોજન
નોંધનીય છે કે, ખોરજ ગામમાં 19/04/2024 થી લઈને 21/04/2024 સુધી ત્રિદિવસીય પ્રસંગનું ખાસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખોરજ ગામમાં મા અંબે, મા ઊમિયાના મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઈને ગામમાં ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સાથે મા બહુચર અને મા ચામુંડાના મંદિરનો પણ ભવ્ય અવસર છે.
ખોરજમાં ભક્તિ અને શક્તિનું અલૌકીક મિલન
હિંદુ ધર્મમાં મંદિરનો અનેરો મહિમા રહેલો છે. મંદિરો બંધાવવા માટે હિંદુઓએ પોતાના જીવનું પણ બલીદાન આપ્યુ હોય તેવા પણ ઈતિહાસ પડ્યા છે. ત્યારે ખોરડ ગામમાં પણ ભક્તિ અને શક્તિનું અલૌકીક મિલન થવાનું છે. તેની સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ગઈ છે. ખોરજ ગામના લોકોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં આવેલું બાપા બળિયાનું મંદિર પરિસર ભક્તિના નારાથી ગૂંજી ઉઠશે.
પ્રાણ પ્રતિષ્ઠા સાથે શતચંડી મહાયજ્ઞનું પણ આયોજન
પ્રાણ પ્રતિષ્ઠાની વિગતે વાત કરવામાં આવે તો ખોરજ ગામમાં ભવ્ય શોભાયાત્રામાં દિવ્યશક્તિનો વૈભવ પણ જોવા મળશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે શતચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ખોરજ ગામમાં ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ આ ભવ્યાતિભવ્ય પ્રસંગ ચાલવાનો છે. જેમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લેવાના છે. તારીખ 19/04/2024 થી લઈને 21/04/2024 સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલવાનો છે.
ખાસ પ્રસંગમાં સંતો અને મહંતોની હાજરી રહેશે
નોંધનીય છે કે, ભારતના લોકો ધર્મ પ્રિય અને ઉત્સવ પ્રિય લોકો છે. ત્યારે ખોરજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળશે. તેમાં અનેક પ્રકારના ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનેક સંતો-મહંતો, પ્રતિષ્ઠિત લોકો અને ભક્તોની હાજરીમાં યોજાઈ રહ્યો છે. જેથી ખોરજમાં દરેક બાજુ ભક્તની