Khyati Hospital કેસમાં ચાર્જફ્રેમ પહેલા આવ્યો નવો વળાંક; બે આરોપીની ડિસ્ચાર્જ અરજી
- ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ચાર્જફ્રેમ પહેલા આવ્યો નવો વળાંક; બે આરોપીની ડિસ્ચાર્જ અરજી
- ખ્યાતિ હોસ્પિટલ કેસ: ચાર્જફ્રેમ પહેલા આરોપીઓની ડિસ્ચાર્જ અરજી, કેસમાં વિલંબ
- ખોટા ઓપરેશન કેસમાં નવો ટ્વિસ્ટ: રાજશ્રી કોઠારી-રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી
- ખ્યાતિ હોસ્પિટલ: આરોપીઓની દોષમુક્તિ માટે અરજી, ચાર્જફ્રેમ ઠપ
ગુજરાતના (Gujarat) ચકચાર કેસોમાંથી એક ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) એક નવો જ વળાંક આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન પછી થયેલા મોત પછી માનવવધનો સામનો કરી રહેલા આરોપીઓએ ચાર્જફ્રેમ પહેલા જ દોષમુક્ત થવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીના કારણે કેસમાં વિલંબ થઈ શકે છે.
ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કર્યા પછી કેટલાક લોકોના મોત થયાના મામલા સામે આવ્યા હતા. આ કેસમાં પોલીસે તપાસ કરીને રાજશ્રી કોઠારી અને રાહુલ જૈનને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં 1 ઓગસ્ટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પ્રોસિક્યુશન દ્વારા કેસ ઓપન કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે 14મી ઓગસ્ટના રોજ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમની મુદ્દત રાખવામાં આવી હતી.
જોકે, ચાર્જફ્રેમ પહેલા જ રાજશ્રી કોઠારી અને રાહુલ જૈને દોષમુક્ત કરવા માટે અરજી કરી દીધી હોવાથી ચાર્જફ્રેમમાં વિલંબ થઈ શકે છે.
બીજી તરફ જામીન ઉપર મુક્ત થયેલ આરોપી રાજશ્રી કોઠારીએ પોતાનું ખાનગી બેંકનું એકાઉન્ટ ડી ફ્રીઝ કરવા માટે અરજી આપી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જ્યારે આરોપીનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું, ત્યારે તેમા 70 લાખ રૂપિયા હતા. સાથે જ PMJAY કાર્ડ કૌભાંડમાં ચિરાગ રાજપૂતને જામીન મળતા જેલ મુક્ત થશે.
આરોપી ચિરાગ રાજપુત પણ થશે જેલ મુક્ત
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે દર્દીઓના બનેલા આયુષ્માન કાર્ડ અંગે તપાસ કરતા અપાત્ર વ્યક્તિઓના આયુષ્માન કાર્ડ બનતા હોવાનું રાજયવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત સામે પણ ગુનો દાખલ કર્યો હતો. ચિરાગ રાજપૂતને ખ્યાતિ હોસ્પિટલ સંબંધિત અન્ય કેસમાં જામીન મળી ચૂક્યા છે. ત્યારે PMJAY યોજના કૌભાંડના જામીન મેળવવા તેને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે આજે ગ્રાહ્ય રાખતા આરોપી ચિરાગ રાજપુત જેલ મુક્ત થશે.
PMJAY કાર્ડ કૌભાંડ?
PMJAY કાર્ડ કૌભાંડ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે જે વ્યક્તિઓ આ કાર્ડ કઢાવવા માટેની પાત્રતા ધરાવતા નહોતા, તેઓના પણ આયુષ્યમાન કાર્ડ નીકળ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક દર્દીને આયુષ્માન કઢાવવા 1500થી 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. સરકારી પોર્ટલનો દુરુપયોગ કરીને આ કાર્ડ કાઢવામાં આવતા હતા. ચિરાગ રાજપૂતે નિમેશ ડોડીયા નામના વ્યક્તિને PMJAY કાર્ડ કાઢી આપવા માટે રાખ્યો હતો. જે આખા ગુજરાતના આ કૌભાંડ આચરતો હતો. તેમજ સરકારી અધિકારીની પણ આ કેસમાં સંડોવણી બહાર આવી હતી.
હોસ્પિટલ કરતી હતી કાર્ડ ઉપર ઓપરેશન
આ સરકારી કાર્ડ ઉપર ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કરતી હતી. જે લોકોને શરીરમાં તકલીફ નહતી, તેવા લોકોના પણ ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. તેથી કેટલાક લોકોના મોત થઈ ગયા હતા. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે કડીના 5 લોકોના મોત થયા હતા. બોરીસણાના 2 દર્દી સહિત કુલ 5 મોત થયાનું સામે આવ્યું છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે આરોપીએ 42 દિવસમાં 221 એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો આ તમામ ફાઈલ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મોકલાવામાં આવી હતી. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલમાં 5 દર્દીના મોત મામલે તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી હતી.
1 ઓગસ્ટે કોર્ટમાં શું થયું?
અરજદાર વતી તેના વકીલ અજ્જ મુર્જાનીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. આરોપીને ખ્યાતિ હોસ્પિટલ સંબંધિત અન્ય કેસમાંથી જામીન મળી ચૂક્યા છે. સરકારી ઓથોરિટી દ્વારા PMJAY કાર્ડને એપ્રુવલ મળતું હતું. આ યોજના અંગે કોઈ કોમ્પ્યુટર નોલેજ અરજદાર ધરાવતા નહોતા. અરજદાર ખ્યાતિ હોસ્પિટલમાં 6.18 ટકાનો ભાગ ધરાવે છે. અરજદાર અમદાવાદના રહેવાસી હોવાથી ભાગી જાય તેમ નથી.
આ પણ વાંચો-Vadodara : પોલીસ કમિશનરનો ટુ વ્હીલરના વિક્રેતાઓ જોડે સંવાદ, નવા ગ્રાહકોને હેલ્મેટ આપવા સૂચન


