Kim Jong Un બુલેટપ્રૂફ ટ્રેનમાં 20 કલાકની લાંબી મુસાફરી બાદ ચીન પહોંચ્યા
- ઉત્તર કોરિયાના નેતા Kim Jong Un છ વર્ષ બાદ ખાસ બુલેટપ્રૂફ ટ્રેનમાં ચીન પહોંચ્યા
- કિમ જોંગ પ્યોંગયાંગથી બેઇજિંગ સુધી 20 કલાકની મુસાફરી કરીને ચીન પહોંચ્યા
- Kim Jong બેઇજિંગમાં યોજાનારી લશ્કરી પરેડમાં ભાગ લેશે
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન છ વર્ષ બાદ મંગળવારે તેમની ખાસ બુલેટપ્રૂફ ટ્રેનમાં ચીન પહોંચ્યા. તેઓ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની શરણાગતિની 80મી વર્ષગાંઠ નિમિત્તે બેઇજિંગમાં યોજાનારી લશ્કરી પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં હાજરી આપવા માટે કિમ જોંગ ઉન પ્યોંગયાંગથી બેઇજિંગ સુધી 20 કલાકની લાંબી મુસાફરી કરીને પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ કાર્યક્રમમાં જોડાશે. કિમ જોંગ ઉનની આ સફર ઘણા કારણોસર રસપ્રદ અને મહત્ત્વની માનવામાં આવે છે. કિમ જોંગ તેમની બુલેટ ટ્રેનમાં લાંબી મુસાફરી કર્યા બાદ ચીન પહોંચ્યા છે. તેમની બુલેટ ટ્રેન લીલા રંગની છે, તે ધીમે ધીમે ચાલે છે પરંતુ તેની ખાસિયત એવી છે કે તેના વિશે જાણીને તમે ચોંકી જશો
Kim Jong Un ના પિતા અને દાદા પણ આ ટ્રેનમાં કરી હતી મુસાફરી
નોંધનીય છે કે 2023 પછી મીડિયાથી દૂર રહેતા સરમુખત્યાર કિમ જોંગ ઉનનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. અગાઉ કિમ 2023 માં રશિયાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. કિમ જોંગ ઉનની આ ઐતિહાસિક ટ્રેનને શાહી સવારી કહેવામાં આવે છે. આ ટ્રેનની ખાસિયત એ છે કે કિમના પિતા અને દાદાએ પણ તેમાં મુસાફરી કરી ચૂક્યા છે. કિમને આ ટ્રેન ખુબ ગમે છે. આ ટ્રેન સુવિધાઓથી સજજ જોવા મળે છે, ખાસ વાત એ છે કે આ ટ્રેન બુલેટપ્રુફ ટ્રેનની સાથે આધુનિક શસ્ત્રો સાથે સૈનિકો સજ્જ હોય છે.ટ્રેનની સુરક્ષા કવચ મજબૂત છે, જેના લીધે કિમ જોંગ વિદેશ પ્રવાસ માટે આ ખાસ ટ્રેનનો ઉપયોગ કરે છે.
Kim Jong Un ની આ ગ્રીન ટ્રેનની વિશેષતા શું છે
કિમ જોંગ ઉનની ખાસ બુલેટપ્રૂફ ગ્રીન ટ્રેનની વિશેષતા એ છે કે તેમાં 20થી વધુ કોચ છે અને તે ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેનની ઝડપ માત્ર 45 કિલોમીટર પ્રતિ કલાક છે, પરંતુ ચીન પહોંચતા તેની ગતિ વધીને 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ હતી. આ ધીમી ગતિને કારણે કિમ જોંગ ઉનને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી બેઇજિંગ પહોંચવામાં 20 કલાકનો સમય લાગ્યો.
કિમ જોંગ ઉનની બુલેટપ્રૂફ ગ્રીન ટ્રેન સુરક્ષાનો અભેધ કિલ્લો છે, લીલા રંગની અને અત્યંત બખ્તરબંધથી 'ટ્રેન સજ્જ છે. આ ટ્રેનમાં આધુનિક સંદેશાવ્યવહાર વ્યવસ્થા, કોન્ફરન્સ રૂમ, લક્ઝરી સ્યુટ અને અદ્યતન સુરક્ષા વ્યવસ્થા જોવા મળે છે. આ ટ્રેનના કોચ સામાન્ય રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે, આગળના ભાગમાં સુરક્ષા તપાસ માટેનો કોચ, મધ્યમાં કિમ જોંગ ઉનનો ખાસ કોચ અને પાછળના ભાગમાં સામાન લઈ જવાનો કોચ. ટ્રેનની સુરક્ષા એટલી કડક છે કે પક્ષી પણ પર મારી શકતો નથી.
પ્યોંગયાંગથી બેઇજિંગ સુધીનો ટ્રેન રૂટ
કિમ જોંગ ઉનની બુલેટપ્રૂફ ગ્રીન ટ્રેન પ્યોંગયાંગથી બેઇજિંગ સુધીની સફર એક રસપ્રદ અને સુરક્ષિત રૂટ પરથી પસાર થાય છે. આ ટ્રેનનો રૂટ આ પ્રમાણે છે. સૌપ્રથમ, ટ્રેન ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના રેલવે સ્ટેશનથી ઉપડે છે અને પ્યોંગુઇ રેલવે લાઇન દ્વારા આગળ વધે છે. આ રેલવે લાઇન પ્યોંગયાંગને ઉત્તરપશ્ચિમ સરહદી શહેર સિનુઇજુ સાથે જોડે છે, જ્યાં ઉત્તર કોરિયા અને ચીનની સરહદ આવેલી છે. સિનુઇજુથી ટ્રેન યાલુ નદીને પાર કરે છે, જે ચીન-ઉત્તર કોરિયા મિત્રતા પુલ દ્વારા જોડાયેલી છે. આ પુલ પાર કરતાં જ ટ્રેન ચીનના દાન્ડોંગ શહેરમાં પ્રવેશે છે.દાન્ડોંગથી આગળ વધતાં, ટ્રેન ચીનના ઉત્તરપૂર્વીય પ્રાંત લિયાઓનિંગમાંથી પસાર થાય છે અને શેનયાંગ શહેર થઈને ઉત્તરપૂર્વીય ચીનના મંચુરિયાની ટેકરીઓને પાર કરે છે. આખરે, તે બેઇજિંગ તરફ આગળ વધે છે. આ સમગ્ર રૂટ દરમિયાન ટ્રેન 177 રેલ પુલ અને લગભગ 5 ટનલ પાર કરે છે. ખાસ વાત એ છે કે આ રૂટ પર ઉત્તર કોરિયાનો સૌથી લાંબો રેલ પુલ પણ આવે છે, જેની લંબાઈ 1200 મીટરથી વધુ છે. આ રૂટ યાલુ નદીની ખીણ અને પશ્ચિમ મંચુરિયાના ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે, જે આ સફરને નૈસર્ગિક અને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
Kim Jong Un એ આટલી લાંબી મુસાફરી કેમ કરી?
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન 20 કલાકની લાંબી ટ્રેન મુસાફરી પછી ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા. આ મુસાફરીનું મુખ્ય કારણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની શરણાગતિની 80મી વર્ષગાંઠ નિમિત્તે બેઇજિંગમાં યોજાનારી લશ્કરી પરેડમાં તેમની હાજરી છે. આ સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેશે, જે આ ત્રણ શક્તિશાળી નેતાઓ વચ્ચેની મજબૂત રાજકીય સંબંધો ગાઢ બનાવશે છે.ચીન લાંબા સમયથી ઉત્તર કોરિયાનું મુખ્ય સમર્થક રહ્યું છે, અને બંને દેશો વચ્ચે ઐતિહાસિક મિત્રતા રહી છે. અમેરિકાના આર્થિક પ્રતિબંધો છતાં, ચીન ઉત્તર કોરિયાને આર્થિક અને રાજકીય સમર્થન આપતું રહ્યું છે.હાલમાં જ કિમ જોંગ ઉન રશિયા સાથે પણ નજીક આવ્યા છે, અને તેમની વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતો આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચી રહી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાના આરોપો અનુસાર, ઉત્તર કોરિયાએ યુક્રેન સામેના રશિયાના યુદ્ધમાં હથિયારો અને સૈનિકો પૂરા પાડ્યા છે. આ પરેડમાં કિમ જોંગ ઉનની શી જિનપિંગ અને પુતિન સાથેની હાજરી તેમની વચ્ચેના ગાઢ રાજકીય સંબંધો અને વૈશ્વિક રાજનીતિમાં તેમની એકતાને દર્શાવે છે.
આ પણ વાંચો: SCO summit: PM મોદીની પુતિન- જિનપિંગ સાથે મુલાકાત બાદ ભડક્યું અમેરિકા


