Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પની બુલેટપ્રુફ કાર 'The Beast' વિશે જાણો, વિશ્વની છે સૌથી સુરક્ષિત કાર!

ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનમાં આ કારમાં મુસાફરી કરશે, આ 'The Beast' કારને વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે
ડોનાલ્ડ ટ્રમ્પની બુલેટપ્રુફ કાર  the beast  વિશે જાણો  વિશ્વની છે સૌથી સુરક્ષિત કાર
Advertisement
  • ટ્રમ્પ તેમની અદભૂત કાર 'The Beast' પણ સાથે બ્રિટન લઇને પહોંચ્યા છે
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે છે
  • આ કારને વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ તેમની પત્ની મેલાનિયા સાથે ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. ટ્રમ્પ તેમની અદભૂત કાર "ધ બીસ્ટ" પણ સાથે બ્રિટન લઇને પહોંચ્યા છે. આ કાર ફરી એકવાર ચર્ચામાં છે. ટ્રમ્પ બ્રિટનમાં આ કારમાં મુસાફરી કરશે. આ બીસ્ટ કારને વિશ્વની સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ "ધ બીસ્ટ" નામની ખાસ લિમોઝીનમાં મુસાફરી કરે છે.તો ચાલો જાણીએ આ કારના અદભૂત ફિચર્સ વિશે.

Advertisement

 'The Beast'   વિશ્વની સૌથી સુરક્ષિત કાર!

આ કાર સુરક્ષા દૃષ્ટિકોણે ખૂબ ખાસ છે. રાસાયણિક હુમલાઓનો આ કાર પર કોઈ અસર થતી નથી. કોઇપણ હુમલામાં આ કાર સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ કારને બંકર તરીખે પણ ઓળખવામાં આવે છે.આ કારનું વજન 9072 કિલોગ્રામ છે અને તેની કિંમત 1.5 મિલિયન ડોલર છે. આ કાર મોટી આકારની કેડિલેક XT6 સેડાન જેવી દેખાય છે. આ કારનો ઉપયોગ અમેરિકન રાષ્ટ્રપતિ ઉપયોગ કરે છે.અમેરિકાના રાષ્ટ્રપતિ આ લિમોઝીનના નવા મોડેલનો ઉપયોગ કરે છે. તે સૌપ્રથમ 2014 માં યુએસ રાષ્ટ્રપતિ માટે બનાવવામાં આવી હતી. આ કારમાં નાઇટ વિઝન સિસ્ટમ છે અને તે ટીયર ગેસ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, કારના દરવાજાના હેન્ડલને ઇલેક્ટ્રિકલી ચાર્જ પણ કરી શકાય છે.

Advertisement

 'The Beast' કારના ફિચર્સ

નોંધનીય છે કે કારની બારીઓ 3 ઇંચ જાડી છે, અને તેનું બખ્તર 8 ઇંચ જાડું છે. કારમાં રાષ્ટ્રપતિના બ્લડ ગ્રુપનો બ્લડ પણ રાખવામાં આવે છે. તેમાં સ્મોક સ્ક્રીન, ઓઇલ સ્લિક, શોટગન અને રોકેટ ગ્રેનેડ સહિત અનેક રક્ષણાત્મક અને જીવનરક્ષક સાધનો હોય છે. આ માટે ઇમરજન્સી માટે ખાસ ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા હોય છે. આ ઉપરાંત તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કારમાં એક સમયે 7 લોકો બેસી શકે છે. તે સંપૂર્ણપણે નવી ટેકનોલોજીથી સજ્જ છે. 'ધ બીસ્ટ'માં ખાસ ટાયર પણ છે. જો ટાયરમાં ગોળી વાગી જાય કે વિસ્ફોટ થાય તો પણ, કાર ટાયર વિના ઘણા કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. 0 થી 100 કિમી/કલાકની ગતિ વધારવામાં તેને માત્ર 15 સેકન્ડ લાગે છે. જો જરૂરી હોય તો જરૂર પડે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ હુમલો કરવા માટે જરૂરી પરમાણુ કોડ પણ મોકલી શકે છે

આ પણ વાંચો:    PM Modi Birthday: Donald Trump એ PM Modi ના જન્મદિવસ પર ફોન કર્યો, જાણો શું મળ્યો વળતો જવાબ

Tags :
Advertisement

.

×