Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu kashmir : પહલગામ હુમલાને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી, હુમલાનું ષડયંત્ર 1 વર્ષ પહેલા રચવામાં આવ્યું હતું

jammu kashmir   પહલગામ હુમલાને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી  હુમલાનું ષડયંત્ર 1 વર્ષ પહેલા રચવામાં આવ્યું હતું
Advertisement

Jammu kashmir Encounter : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આતંકવાદીઓને શોધવા અને નાબૂદ કરવા માટે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ગુરુવાર, 15 મે 2025ના રોજ, પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના નાદિર ગામમાં ચાલી રહ્યું છે, જે આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે.

May 15, 2025 2:45 pm

Advertisement

Advertisement

તુર્કીયે, અઝરબૈજાન પર ભારતીયોની \'ટૂરિઝમ સ્ટ્રાઈક\'

May 15, 2025 2:13 pm

દુશ્મનના મદદગાર દેશોમાં પૈસા બર્બાદ નહીં કરે ભારતીય. દેશહિતમાં ભારતીય સહેલાણીઓએ રદ કરાવ્યા બુકિંગ, 7 મેના હુમલા બાદ તુર્કિયે જતાં પર્યટકો 60 ટકા ઘટ્યા. અઝરબૈજાન જતાં પ્રવાસીઓમાં 30 ટકાનો થયો ઘટાડો. ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને પણ દેશવાસીઓએ આવકારી. 2.5 મિલિયન લોકોનું ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને સમર્થન. બુકિંગ કેન્સલેશનમાં 250 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો

પાકિસ્તાનની હાર અને યુદ્ધવિરામ

May 15, 2025 1:27 pm

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને તેમની એર ડિફેન્સ સિસ્ટમ્સ, ખાસ કરીને લાહોરની એક સિસ્ટમને નષ્ટ કરી. આ કાર્યવાહીએ પાકિસ્તાની સૈન્યને ઘૂંટણે લાવી દીધું, અને તેની વિનંતી પર 10 મે, 2025ના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ. આ યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) વચ્ચે હોટલાઇન વાતચીત દ્વારા સ્થાપિત થયો, જેની મધ્યસ્થીમાં સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન, સાઉદી અરેબિયા અને અન્ય દેશોએ ભૂમિકા ભજવી હોવાનું પણ ચર્ચામાં આવ્યું. જોકે, યુદ્ધવિરામ પછી પણ બંને દેશોએ એકબીજા પર ઉલ્લંઘનના આરોપો લગાવ્યા, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ઉશ્કેરણીનો જવાબ “કઠોર અને શિક્ષાત્મક” રીતે આપવામાં આવશે.

ઓપરેશન સિંદૂર બાદ રક્ષા મંત્રીની જમ્મુ કાશ્મીરની પ્રથમ મુલાકાત! કહ્યું - અમે તેમની છાતી પર ઘા કર્યા

May 15, 2025 1:26 pm

Defence Minister Rajnath Singh reached Jammu-Kashmir : ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત જમ્મુ-કાશ્મીર (POK)માં સ્થિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ (terrorist organizations) વિરુદ્ધ ‘Operation Sindoor’ શરૂ કરીને આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું. આ કાર્યવાહીમાં ભારતીય સશસ્ત્ર દળો (Indian armed forces) એ 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા (Jaish-e-Mohammed and Lashkar-e-Taiba) જેવા આતંકવાદી જૂથોનો સમાવેશ થાય છે. આ ઓપરેશન 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું, જેમાં 26 નાગરિકો, મોટાભાગે હિન્દુ પર્યટકો, માર્યા ગયા હતા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું, જેનો ઇસ્લામાબાદે ઇનકાર કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનની સૈન્યને પણ કડક જવાબ આપ્યો, જેમાં તેમના એરબેઝ, રડાર સિસ્ટમ્સ અને અન્ય સૈન્ય સુવિધાઓને નિશાન બનાવી નોંધપાત્ર નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ સમગ્ર કાર્યવાહી પછી, ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ગુરુવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ

May 15, 2025 12:24 pm

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) એ 8 એપ્રિલ 2025ના સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ઐતિહાસિક નિર્ણય સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ (Governors and the President) માટે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ નિર્ણયને બંધારણીય મૂલ્યો (constitutional values) અને પ્રણાલીઓની વિરુદ્ધ ગણાવ્યો અને તેને બંધારણની મર્યાદાઓનું અતિક્રમણ ગણાવ્યું. આ મામલે સ્પષ્ટતા મેળવવા માટે, રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ને 14 મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો મોકલીને અભિપ્રાય માંગ્યો છે, જેનો ઉપયોગ ભાગ્યે જ થાય છે.

પહલગામ હુમલાને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી

May 15, 2025 12:03 pm

ભારત પહલગામ આતંકી હુમલાનો બદલો લઈ ચુક્યું છે. પરંતુ ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલું છે. આ વચ્ચે પહલગામ હુમલાને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હુમલાનું ષડયંત્ર 1 વર્ષ પહેલા રચવામાં આવ્યું હતું. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મુનિર અને આતંકીઓનો સાથ પાકિસ્તાનની એક કંપનીએ આપ્યો. પહલગામની સેટેલાઈટ ઈમેજ ખરીદી અને તેના આધાર પર આખુ ષડયંત્ર રચવામાં આવ્યું હતુ.

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ

May 15, 2025 12:01 pm

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિએ નોંધાવ્યો વિરોધ છે. બિલની ડેડલાઈન તથા પાવર મુદ્દે પૂછ્યા 14 સવાલો. 8 એપ્રિલે સુપ્રીમે બિલ પર નિર્ણય મુદ્દે આપ્યો હતો નિર્ણય. નિર્ણયને બંધારણના મૂલ્યો, વ્યવસ્થા વિરૂદ્ધ ગણાવ્યો. અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને પૂછ્યા 14 સવાલો

કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહને ફટકાર

May 15, 2025 11:11 am

કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહને ફટકાર લગાવી છે. આમ કહીને સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો નથી. સીજેઆઈ બીઆર ગવઈએ વિજય શાહને ઠપકો આપ્યો અને પૂછ્યું કે તમે કેવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી હોવાને કારણે, તમે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો? શું આ એક મંત્રીને શોભે છે? કોર્ટે કહ્યું કે બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવતી નથી. જ્યારે દેશ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર પદ પર રહેલા વ્યક્તિ પાસેથી આવા નિવેદનની અપેક્ષા રાખી શકાય નહીં.

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

May 15, 2025 10:53 am

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો. કર્નલ સોફિયા કુરૈશી અંગે ટિપ્પણી મુદ્દે મંત્રીને SCની ફટકાર. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે એક મંત્રી થઈને કેવી ભાષાનો ઉપયોગ કરો છો?. સંવૈધાનિક પદ પર બેઠેલા લોકો જવાબદારી સમજે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈન્કાર છે. હાઈકોર્ટના આદેશથી મંત્રી વિજય શાહ સામે પોલીસ ફરિયાદ તથા સુઓમોટો લઈને હાઈકોર્ટે ફરિયાદ નોંધવા કર્યો હતો આદેશ.

Pulwamaના Tralમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

May 15, 2025 10:22 am

બ્રિટિશ લેખક ડેવિડ વેન્સે કર્યા ઓપરેશન સિંદૂરના વખાણ

May 15, 2025 9:55 am

બ્રિટિશ લેખક ડેવિડ વેન્સે કર્યા ઓપરેશન સિંદૂરના વખાણ. વેન્સે કહ્યું પાકિસ્તાન એક અસફળ અને આતંકવાદી દેશ છેય પાકિસ્તાનને મદદ કરનારા ચીનને ડેવિડ વેન્સે લીધું આડેહાથ. પશ્ચિમી દેશોએ ભારતનું સમર્થન કરવું જોઈએ.ચીન પાકિસ્તાનનો પ્રોક્સી તરીકે ઉપયોગ કરે છે. ડેવિડ વેન્સે કહ્યું તુર્કીયે અને ચીન દેશમાં કોઈ જ ફરક નથી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે

May 15, 2025 9:38 am

રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. જેમાં LoC નજીક રહેતા નાગરિકો સાથે કરી શકે છે મુલાકાત. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ રહેશે ઉપસ્થિત. નાપાક પાકિસ્તાનને કડક સંદેશ આપવાનો પ્રયાસ

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનું વધુ એક મોટું પગલું

May 15, 2025 9:37 am

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનું વધુ એક મોટું પગલું. તમામ ઈ-કોમર્સ કંપનીઓને સરકારનો સખ્ત આદેશ. પાકિસ્તાની ઝંડાવાળા પ્રોડ્ક્ટસ હટાવવા આદેશ. CCPAની અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતને નોટિસ. પાકિસ્તાનના ઝંડાઓનું વેચાણ સહન નહીં થાયઃ જોશી

મ્યાનમાર સરહદે ભારતીય સેનાનું મોટું ઓપરેશન

May 15, 2025 9:19 am

મ્યાનમાર સરહદે ભારતીય સેનાનું મોટું ઓપરેશન.મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદીને સેનાએ કર્યા ઠાર.અસમ રાઈફલ્સે મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા.ખેંગજૉય તાલુકાના ન્યૂ સમતાલ ગામ પાસે અથડામણ.ગુપ્ત માહિતીના આધારે સેનાએ કરી મોટી કાર્યવાહી.ઉગ્રવાદીઓએ સેનાના જવાનો પર કર્યુ હતું ફાયરિંગ.સમગ્ર સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત્

TRFને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરવા પ્રયાસ તેજ કરાયો

May 15, 2025 8:54 am

TRFને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરવા પ્રયાસ તેજ કરાયો છે. જેમાં ભારતની ટીમ ન્યૂયોર્કમાં યુએનના અધિકારીઓને મળી છે. કાઉન્ટર ટેરરિઝમ કમિટીના એક્ઝિક્યુટિવ સાથે મુલાકાત કરી છે. તથા આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનું મુખોટું છે. આતંકવાદમાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ અંગે ચર્ચા થઇ છે.

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા

May 15, 2025 8:49 am

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જેમાં પુલવામાના ત્રાલમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે. ત્રાલના નાદિર ગામમાં આતંકીઓ છૂપાયા હતા. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન છે. 48 કલાકમાં સેનાએ 6 આતંકીનો ખાત્મો કર્યો છે.

પાકિસ્તાની ધ્વજનું વેચાણ અસહ્ય: મંત્રી જોશી

May 15, 2025 8:41 am

CCPAએ એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ ઉપરાંત YouBuy India, Etsy, The Flag Company અને The Flag Corporation જેવી કંપનીઓને પણ નોટિસ મોકલી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ધ્વજ અને તેની સાથે સંબંધિત એસેસરીઝનું વેચાણ સહન કરવામાં આવશે નહીં. મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું, "આવી અસંવેદનશીલ પ્રવૃત્તિઓને કોઈપણ રીતે શહન કરવામાં આવશે નહીં. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને તાત્કાલિક આવી તમામ સામગ્રી હટાવવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવે છે." જોકે, આ નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ ઉત્પાદનોનું વેચાણ કયા ચોક્કસ કાયદાનું ઉલ્લંઘન કરે છે.

આતંકવાદ વિરુદ્ધ સતત કાર્યવાહી

May 15, 2025 8:40 am

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોની આ કાર્યવાહી રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના તેમના સંકલ્પને દર્શાવે છે. પહેલગામના આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધ અને તેમના ખાતમા માટે તેમના ઓપરેશનને વધુ તીવ્ર કર્યા છે. પુલવામા અને શોપિયા જેવા વિસ્તારોમાં ચાલી રહેલા એન્કાઉન્ટર્સ આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે. આ ઓપરેશન્સ દ્વારા સુરક્ષા દળો ન માત્ર આતંકવાદીઓને નિષ્ક્રિય કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક વસ્તીમાં સુરક્ષાનો વિશ્વાસ પણ પુનઃસ્થાપિત કરી રહ્યા છે.

શોપિયામાં 3 આતંકવાદીઓ ઠાર

May 15, 2025 8:37 am

મંગળવારે, 13 મે 2025ના રોજ, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોએ એક અન્ય સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા સંગઠનના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું કે "ઓપરેશન કેલર" હેઠળ શોપિયાના શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતીના આધારે આ એન્કાઉન્ટર હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે આ ઓપરેશનમાં 3 આતંકવાદીઓને નિષ્ક્રિય કર્યા. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે, જે દર્શાવે છે કે સુરક્ષા દળો આ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સતત સતર્ક છે.

કાશ્મીર ઝોન પોલીસનું નિવેદન

May 15, 2025 8:35 am

આ એન્કાઉન્ટર અંગે કાશ્મીર ઝોન પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, "અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદેર ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો આ ઓપરેશનમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે." પોલીસે વધુમાં જણાવ્યું કે આ ઓપરેશનની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા દળો આ ઓપરેશનને ખૂબ જ ગંભીરતાથી હાથ ધરી રહ્યા છે.

ત્રાલના નાદિર ગામમાં એન્કાઉન્ટર

May 15, 2025 8:35 am

પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદિર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલું એન્કાઉન્ટર ખૂબ જ તીવ્ર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં 1 આતંકીને ઠાર કર્યો છે. સૂત્રોની માનીએ તો હજું 2 આતંકવાદીઓ ફસાયેલા છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ, જેમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સમાવેશ થાય છે, સક્રિય રીતે ભાગ લઈ રહી છે. આ ઓપરેશનનો હેતુ આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાનો છે, જેથી આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ શકે.

Jammu kashmir : જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ, 1 આતંકવાદી ઠાર

May 15, 2025 8:32 am

Jammu kashmir Encounter : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આતંકવાદીઓને શોધવા અને નાબૂદ કરવા માટે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ગુરુવાર, 15 મે 2025ના રોજ, પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના નાદિર ગામમાં ચાલી રહ્યું છે, જે આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે.

This Live Blog has Ended
Advertisement

.

×