Sunita Williams ના પૃથ્વી પર સફળ લેન્ડિંગને લઇ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જાણો શું કહ્યું...
- ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- સુનિતા વિલિયમ્સે દુનિયાને નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : હર્ષ સંઘવી
- સુનિતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે તેવી પ્રાર્થના
Sunita Williams ના સફળ લેન્ડિંગને લઇ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતની દીકરી અંતરિક્ષમાંથી ધરતી પર પરત ફરી છે. આપણા માટે આ આનંદની ક્ષણ છે. દેશ અને ગુજરાતની દીકરી હોવાનો ગૌરવ છે. સુનિતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે તેવી પ્રાર્થના છે.
ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતની દીકરી લાંબા સમયથી અંતરિક્ષમાં ફસાયા બાદ ધરતી પર ઉતર્યા છે. ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી અનુભવુ છું. સુનિતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય સારું રહે તેની પ્રાર્થના કરું છું તથા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બંનેના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. તેમજ સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આપણા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. સુનિતા વિલિયમ્સ 9 મહિના સુધી અંતરિક્ષમાં રહ્યા હતા. તેમજ સુનિતા વિલિયમ્સે દુનિયાને નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું
અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. આ પછી, તેમને કેપ્સ્યુલમાંથી બહાર કાઢીને એક ખાસ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તેમને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું છે.
આ પણ વાંચો: Gujarat : મંત્રી મુકેશ પટેલે પાણી બાબતે એવું નિવેદન આપ્યું કે ખેડૂતોમાં નારાજગી વ્યાપી