બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે જાણો રાજ્યમાં ક્યા અનુભવાયો ભૂકંપનો આંચકો ?
બિપરજોય વાવાઝાડા (Biparjoy Cyclone) એ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં તે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. જોકે, તેની ઝડપમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. જોકે, ગુરુવારે જ્યારે તે કચ્છના જખૌ બંદર નજીકથી પસાર થશે ત્યારે તેની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે. તેના કારણે ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે તેની અસર મુંબઈ, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોવા મળશે અને તે 16 જૂન સુધીમાં રાજસ્થાન તરફ પહોંચી જશે. હાલમાં બિપરજોય સંકટ વચ્ચે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
રાજ્યમાં જ્યા બિપરજોય વાવાઝોડાનું સંકટ સતત વધ્યું છે. આ વાવાઝોડું કચ્છ પાસેથી પસાર થવાનું કહેવાય છે. વળી અહીં ભારે પવન સાથે વરસાદની પણ સંભાવના છે. આ વચ્ચે આજે કચ્છના ભચાઉમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે બપોરે પણ દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારે ભારત, પાકિસ્તાન અને ચીનમાં આ આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. આ ભૂકંપ મંગળવારે સવારે 1.33 કલાકે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું. તેની ઊંડાઈ જમીનની અંદર 6 કિલોમીટર હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 હતી.
બિપરજોયના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પહોંચી વળવા દ્વારકા, કચ્છ, પોરબંદર, નવસારી સહિત અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, ટ્રેનો રદ કરવામાં આવી છે, ઘણા વિસ્તારોમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો - બિપરજોય વાવાઝોડું Space થી લાગી રહ્યું છે ભયાનક, જુઓ Video
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


