Piyush Pandey Passed Away : જાણીતા એડ ગુરૂ પિયુષ પાંડેનું નિધન
- જાહેરાત જગતમાં મોટું નામ ગણાતા પિયુષ પાંડેએ આજે અંતિમ શ્વાસ લીધા
- પિયુષ પાંડેએ અબકી બાર મોદી સરકારનું સૂત્ર આપ્યું હતું, જે દેશવાસીઓના મોંઢે છે
- તેઓ નાની ઉંમરે જ જાહેરાતની દુનિયામાં પ્રવેશ મેળવ્યો હતો
Piyush Pandey Passed Away : જાહેરાતની દુનિયાના જાદુગર ગણાતા પીયૂષ (Piyush Pandey Passed Away) પાંડેનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. શુક્રવારે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કારનું કરવામાં આવનાર છે.
RIP Piyush Pandey - The man who put the Indian in Indian advertising.
— Ramesh Srivats (@rameshsrivats) October 24, 2025
રેડિયો જિંગલ્સ પણ ગાયા હતા
એડ ગુરુ તરીકે જાણીતા પીયૂષ પાંડેએ 2014 માં "અબકી બાર મોદી સરકાર" (Abki Baar Modi Sarkar) સૂત્ર આપ્યું હતું અને "મિલે સુર મેરા તુમ્હારા" ગીત લખ્યું હતું. પીયૂષ ખૂબ જ નાની ઉંમરે જાહેરાત જગતમાં પ્રવેશ્યા હતા, અને 1982 માં ઓગિલ્વી સાથે જોડાઈને તેમની કારકિર્દીને એક નવી દિશા આપી હતી. જાહેરાત જગતમાં પ્રવેશતા પહેલા, પીયૂષે તેમના ભાઈ પ્રસૂન સાથે મળીને રોજિંદા ઉત્પાદનો માટે રેડિયો જિંગલ્સ પણ ગાયા હતા.
એક સમયે ક્રિકેટનો ભારે શોખ હતો
પીયૂષ પાંડેનો (Piyush Pandey Passed Away) જન્મ 1955 માં જયપુરમાં થયો હતો. તેમના ભાઈ, પ્રસૂન પાંડે, એક જાણીતા દિગ્દર્શક છે, અને તેમની બહેન, ઇલા અરુણ, ગાયિકા અને અભિનેત્રી તરીકે પોતાને સફળતાપૂર્વક સ્થાપિત કરી ચૂકી છે. પીયૂષના પિતા એક બેંકમાં કામ કરતા હતા. એવું કહેવાય છે કે, પીયૂષ પાંડે એક સમયે ક્રિકેટનો ખૂબ શોખીન હતો અને ઘણા વર્ષો સુધી તે રમ્યા હતા.
આ પણ વાંચો ---- Asrani ના નિધન બાદ અન્નુ કપુરે કહ્યું, 'હું આ દુનિયા પર બોજ બનવા માંગતો નથી...!'


