Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિવાદના વંટોળ વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી

Rajkot News : પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન (controversial statement) બાદ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે (Kshatriya community) આજે રાજકોટમાં મહારેલી યોજી (Maharalli in Rajkot) છે. સમગ્ર મામલો ધીમે ધીમે ઉગ્ર બનતો જઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજની...
વિવાદના વંટોળ વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી
Advertisement

Rajkot News : પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન (controversial statement) બાદ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે (Kshatriya community) આજે રાજકોટમાં મહારેલી યોજી (Maharalli in Rajkot) છે. સમગ્ર મામલો ધીમે ધીમે ઉગ્ર બનતો જઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટના બહુમાળી ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

rupala controversial statement

Advertisement

રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે રાજકોટમાં મહારેલી યોજી

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીનો મામલો ખૂબ જ ગરમાયો છે. શહેરના બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વોટર કેનન ગોઠવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને અનિચ્છનિય ઘટના ટાળવા પોલીસ સતર્ક જોવા મળી રહી છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન પર વિરોધ કરવા માટે શહેરના કલેક્ટર પાસેથી રેલીની મંજુરી માંગી હતી જેને કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. જોકે, કલેક્ટર પાસે માત્ર 300થી 350 વ્યક્તિઓની જ મંજૂરી માંગવામાં આવી હતી. આ મહારેલીમાં કેસરી સાડી પહેરીને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ રહી છે. આ મહારેલી મારફતે ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ સતત શાંતી જાળવવા માટે અપીલ કરી રહ્યું છે. તેટલું જ નહીં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.

Advertisement

Kshatriya community protest

ગાંધીનગર કમલમની બહાર વિરોધ

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ અમદાવાદમાં ક્ષત્રિય આગેવાન મહિપાલસિંહની અટકાયત કરાઇ હતી. જ્યારે ગાંધીનગર કમલમની બહાર પણ વિરોધ જોવા મળ્યો હતો. જેથી પોલીસે 3 મહિલાઓની અટકાયત કરી છે. બોપલમાં પણ પોલીસે ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી છે. પોલીસનો મોટો કાફલો અમદાવાદના બોપલ વિસ્તારમાં ખડકી દેવાયો છે. સાંજે પોણા છ વાગે સમાચાર મળી રહ્યા છે કે મહિપાલસિંહને અત્યારે મુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ એ પણ સમાચાર મળ્યા છે કે પદ્મીની બાની તબિયત બગડી છે.

અમદાવાદના બોપલમાં પણ વિરોધ પ્રદર્શન

અમદાવાદના બોપલના વકીલ સાહેબ બ્રિજ વિસ્તારમાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સખત વિરોધ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસની ત્રણથી ચાર વાન પણ જોવા મળી હતી. સમગ્ર વિવાદને શાંત રાખવા અને પ્રદર્શન કરતા લોકોને શાંતિની અપીલ કરતા પણ ઘણા લોકો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત

આ પણ વાંચો - BJP foundation day : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ધ્વજ ફરકાવી ઉજવણી કરી

Tags :
Advertisement

.

×