Salute to Police : જીવનનો અંત આણવા ઝેરી પી ગયેલા બેહોશ પડેલા દંપતીને હૉસ્પિટલ પહોંચાડી પોલીસે જીવ બચાવ્યો
Salute to Police : પોલીસની કડકાઈની વાત કરીએ તો, સૌ કોઈ તેમાં હામી ભરશે, દાખલાં આપશે. જો કે, ખાખીધારણ કરનારા પણ આપણા જેવા જ મનુષ્ય છે અને તેમને પણ સંવેદના છે. તાજેતરમાં સુરત રૂરલ પોલીસે એક મજૂર પરિવારના અપહ્યુત સંતાન માટે રાતનો ઉજાગરો કરી બાળકને શોધી કાઢ્યાનો દાખલો છે. આર્શિવાદ મળે અને સલામ મારવાની ઇચ્છા (Salute to Police) થાય તેવા કામો અનેક પોલીસ અધિકારી/કર્મચારીઓ ભૂતકાળમાં કરી ચૂક્યાં છે અને હાલ પણ કરી રહ્યાં છે. અમદાવાદ ગ્રામ્યની બોપલ પોલીસે (Bopal Police) આજે વહેલી પરોઢ પહેલાં કરેલી કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે. શું છે સમગ્ર ઘટના ? વાંચો આ અહેવાલમાં...
Salute to Police જેવાં પ્રસંગો કેમ ઓછા ચમકે છે ?
પોલીસની છબી ખરડાયેલી છે અને તેથી તેને મોટો સમૂહ પસંદ કરતો નથી. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ/કર્મચારીઓ સંવદેનશીલ ભલે નથી, પરંતુ એક સારો વર્ગ પણ છે. ભૂતકાળમાં અનેક વખત પોલીસે સલામ મારવા જેવો (Salute to Police) માનવતાનો ધર્મ નિભાવ્યો છે. કોઈએ આરોપીના પરિવારને આર્થિક મદદ કરી છે તો કોઈએ લાખો રૂપિયા એકઠાં કરીને સારવાર કરાવી છે. કેટકેટલાંય ખાખીધારીઓ ચૂપચાપ બાંધી મુઠ્ઠી મદદ કરતા હોય છે. બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station) ની હદમાં બનેલી ઘટનાએ પોલીસને સાચા જનરક્ષક (Real Janrakshak) સાબિત કર્યા છે.
Salute to Police ટીમ બોપલ, બે જીવ નહીં પરિવાર બચાવ્યો
નવરાત્રિનું પર્વ ચાલતું હોવાથી બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.ટી.ગોહિલ તેમના ડ્રાઈવર અને એક પોલીસ કૉન્સ્ટેબલ સાથે મધરાત્રિ બાદ પણ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તેમના જ વિસ્તારમાં રસ્તાની બાજુએ એક મહિલા તેમના પતિનું માથું ખોળામાં નાંખીને બેઠી હતી અને 11 વર્ષનું આક્રંદ કરી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને પીઆઈ ગોહિલે તેમના ડ્રાઈવરને પોલીસ વાન બાજુએ લેવા આદેશ આપ્યો. PI B T Gohil પોલીસ વાનમાંથી નીચે ઉતરતાં તેમના ડ્રાઈવર લાલમોહંમદ હુસેનભાઈ અને કૉન્સ્ટેબલ મયંકકુમાર વિષ્ણુભાઈ પણ સ્થળ પર દોડી ગયા. રડી રહેલાં બાળકે પોલીસને જોતાં જ કહ્યું કે, "માતા-પિતાને બચાવી લો". પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ સ્થિતિ પારખી ગયો અને પ્રાથમિક જાણકારી મેળવી તો માલૂમ પડ્યું કે, દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. સૌ પ્રથમ પોલીસે દંપતીના મોંઢામાં આંગળીઓ નાંખીને ઉલટી કરાવી દીધી અને તે પછી બેહોશ, તેમની પત્ની તેમજ બાળકને પોલીસ વાનમાં બેસાડીને નજીકમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા. હૉસ્પિટલના સ્ટાફે તુરંત તેમની સારવાર શરૂ કરી. થોડીક મિનિટો બાદ તબીબે હૉસ્પિટલમાં હાજર પીઆઈને દંપતી ખતરાની બહાર હોવાની જાણ કરી. પીઆઈ બી.ટી.ગોહિલ અને તેમનો સ્ટાફ દંપતીને મળ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, પતિ-પત્ની વચ્ચે ચાલતા ઘરકંકાસને લઈને તેમણે આ પગલું ભર્યું હતું.
આ પણ વાંચો - મજૂર દંપતીના અપહ્યુત પુત્રને પોલીસે રાતનો ઉજાગારો કરી શોધી કાઢ્યો, નિઃસંતાન દંપતી સામે Child Kidnapping નો કેસ


