Kutch: અજબ પ્રેમની ગજબ કહાની જેવો કિસ્સો, પાકિસ્તાનનું પ્રેમી યુગલ ભાગીને ભારત આવ્યું
- Kutch: વાગડના રતનપર ગામેથી પાકિસ્તાની ઝડપાયા
- બંને થરપારકર, પાકિસ્તાનના પ્રેમી યુગલ હોવાનું સામે આવ્યું
- આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશ્યા હતા
Kutch: વાગડના રતનપર ગામેથી પાકિસ્તાની ઝડપાયા છે. જેમાં બે પાકિસ્તાની નાગરિકોને પોલીસે ડિટેઈન કર્યા છે. બંને થરપારકર, પાકિસ્તાનના પ્રેમી યુગલ હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશ્યા હતા. તેમાં લાકડા કાપતા મજૂરોને આ યુગલ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું. તેમજ પ્રેમીઓ પાકિસ્તાનના થરપારકરના રહેવાસી છે. રાતોરાત સરહદ ઓળંગીને ભારતમાં આવ્યા હતા.
કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો વધુ એક કિસ્સો
ગુજરાતના કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં હાલ દરિયામાં ફેરવાયેલી રણ સરહદ પાર કરી ભારતમાં ઘૂસી અંદાજે 60 કિમી દૂર રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિર નજીક સુધી પહોંચી ગયાં હતાં. ગ્રામજનોને આની ખબર પડતાં ખડીર પોલીસને જાણ કરી બન્નેને પોલીસ મથકે લઇ જઇ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં પરિવારને તેમનો સંબંધ પસંદ ન હોવાની બંને રાતોરાત ઘરેથી ભાગી અહીં પહોંચ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
Kutch: આ શંકાસ્પદ પ્રેમી યુગલ મુળ પાકિસ્તાનનું છે
રતનપર ગામના જંગલ વિસ્તારમાં આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસે શંકાસ્પદ લાગતા આ યુગલની જાણ લાકડા કાપવાનું કામ કરતા શ્રમજીવીઓને થતાં તેમણે રતનપર ગામના સરપંચને કરી હતી. સરપંચે આ અંગે ખડીર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ, એસઓજી સહિત સુરક્ષા એજન્સીઓ સ્થળ પર આવીને તપાસ કરતા માલુમ પડયું હતું કે, આ શંકાસ્પદ પ્રેમી યુગલ મુળ પાકિસ્તાનનું છે. પુછપરછ દરમિયાન પ્રેમી યુગલે પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના શિવ મંદિર પાસે રહેતા હોવાનું કબુલ્યું હતું. પ્રેમીનું નામ તોતો ઉર્ફે તારા તેમજ પ્રેમિકા મીના ઉર્ફે પુજા બહાર આવ્યું છે.
પાકિસ્તાનના થરપારકરથી રણ વિસ્તાર શરૂ થાય છે
પાકિસ્તાનના થરપારકરથી રણ વિસ્તાર શરૂ થાય છે. અંદાજે 100 કિલોમીટરનો રણ વિસ્તાર ચાલીને પસાર કરી શકાય છે. રણ વિસ્તાર પસાર કર્યા પછી અંદાજે 50 કિલોમીટર જેટલો ડુંગરાળ અને જમીન પ્રદેશ આવે છે. આ પ્રેમી યુગલ અંદાજે 150 કિલોમીટર ચાલીને બે દિવસમાં કચ્છના થરપારકરથી રાપર પહોંચ્યું હોવાનું હાલમાં કહી રહ્યું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના નગરપારકર, થરપારકર સહિતના વિસ્તારો કચ્છ જમીન સરહદને સ્પર્શે છે. ત્યારે હાલમાં ભારત - પાકિસ્તાન સરહદે તનાવની સ્થિતિ વચ્ચે આ પ્રેમી યુગલ કઈ રીતે ભારતમાં ઘુસી શક્યું તે તપાસનો સૌથી મોટો સવાલ છે.
આ પણ વાંચો: મહેસાણામાં યોજાઈ Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને મજબૂતી


