Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને લઈ મોટા સમાચાર

કચ્છનાં (Kutch) બહુચર્ચિત જયંતી ભાનુશાલી હત્યાકેસને (Jayanti Bhanushali Murder Case) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ હત્યા કેસમાં વર્ષ 2019 થી જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને (Manisha Goswami) સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં છે. જણાવી દઈએ કે, જયંતી ભાનુશાળી (Jayanti Bhanushali)...
kutch   જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને લઈ મોટા સમાચાર
Advertisement

કચ્છનાં (Kutch) બહુચર્ચિત જયંતી ભાનુશાલી હત્યાકેસને (Jayanti Bhanushali Murder Case) લઈ મોટા સમાચાર આવ્યા છે. આ હત્યા કેસમાં વર્ષ 2019 થી જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને (Manisha Goswami) સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં છે. જણાવી દઈએ કે, જયંતી ભાનુશાળી (Jayanti Bhanushali) જ્યારે ટ્રેનમાં ભુજથી અમદાવાદ (Ahmedabad) આવી રહ્યા હતા ત્યારે રેલવે કોચમાં જ બે શખ્સોએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામીની મિત્રતા પૈસાને કારણે દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

2019 માં રેલવે કોચમાં બે શખ્સોએ ગોળી મારી હત્યા કરી હતી

જણાવી દઈએ કે, વર્ષ 2019 માં કચ્છનાં (Kutch) અબડાસાનાં (Abdasa) પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જ્યારે સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી (Bhuj) અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે રેલવે કોચમાં જ બે શખ્સો દ્વારા તેમના પર તાબડતોડ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી (Manisha Goswami) જયંતી ભાનુશાળીની હનીટ્રેપ સ્કીમમાં ભાગીદાર હતી. વર્ષ 2019 માં ગુજરાત CID રેલવે ક્રાઈમની ટીમે આરોપી મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉની (Surjit Bhau) 2019 માં ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી હતી.

Advertisement

સુપ્રીમ કોર્ટે મનીષા ગોસ્વામીના જામીન મંજૂર કર્યાં

આરોપી મનીષા ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જામીન અરજી કરી હતી. ત્યારે હવે સર્વોચ્ચ અદાલતે આરોપી મનીષા ગોસ્વામીને જામીન આપ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામીની મિત્રતા પૈસાને કારણે દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે જયંતી ભાનુશાળીના રાજકીય હરીફ છબીલ પટેલે મનીષા ગોસ્વામી સાથે મળીને જયંતી ભાનુશાળીને રસ્તામાંથી દૂર કરવા તેમની હત્યાનું કાવતરૂં ઘડ્યુ હતું. જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રનાં (Maharashtra) પૂણેથી ભાડૂતી શૂટરો બોલાવી હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો દાવો, સંચાલકે આવ્યો અધ્ધરતાલ જવાબ!

આ પણ વાંચો - Gir Somnath : 2 વર્ષ પહેલાં 8 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારને ફટકારાઈ ફાંસીની સજા

આ પણ વાંચો - Corruption : મહિને 1 કરોડનો હપ્તો ઉઘરાવતા ખાણ-ખનિજ વિભાગના અધિકારી ACB ના શરણે

Tags :
Advertisement

.

×