Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છ : નકલી Colgate બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં ચાલતી એક Colgate બનાવતી નકલી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. ગાગોદર પોલીસ સ્ટેશનની
કચ્છ   નકલી colgate બનાવતી ફેક્ટરી ઝડપાઈ  9 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • કચ્છ રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ Colgate ની ફેક્ટરી ગાગોદર પોલીસે પકડી પાડી
  • રૂપિયા 9 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો
  • ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
  • કોપી રાઈટ એક્ટનો ભંગ કરવા બદલ ગુનો દાખલ
  • ગાગોદર પોલીસે હાથ ધરી વધુ તપાસ

રાપર : ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં ચાલતી એક  કોલગેટ (Colgate) બનાવતી નકલી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. ગાગોદર પોલીસ સ્ટેશનની ટીમે એક વિશેષ કાર્યવાહી હાથ ધરીને ડુપ્લીકેટ કોલગેટના ટૂથપેસ્ટના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર યુનિટને પકડી પાડી છે. આ કાર્યવાહીમાં રૂ. 9 લાખનો મોટો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં ખોટા પેકેજિંગ, કેમિકલ્સ અને તૈયાર માલનો સમાવેશ થાય છે.

ગાગોદરા પોલીસે ઝડપી પાડી Colgate ની નકલી ફેક્ટરી

Advertisement

ગાગોદરા પોલીસે બાતમીના આધારે નકલી કોલગેટની ફેક્ટરીને ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કોપી રાઈટ એક્ટનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આ ચારેય ઈસમોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, આ ચાર શખ્સો વિશે વધારે માહિતી સામે આવી શકી નથી.

Advertisement

ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

આ કાર્યવાહીમાં જપ્ત થયેલા મુદ્દામાલમાં 500થી વધુ ડુપ્લીકેટ કોલગેટના પેકેટ્સ, કેમિકલ મિશ્રણના કન્ટેનર્સ, પેકેજિંગ મશીન અને ખોટા લેબલ પ્રિન્ટરનો સમાવેશ થાય છે. આ બધાનું મૂલ્ય લગભગ રૂ. 9 લાખ જેટલું છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. ગુના કોપીરાઈટ એક્ટ 1957ના ભંગ અને ભારતીય દંડ સંહિતાની કલમ 420 (ફરજિયાત છેતરપિંડી) હેઠળ નોંધાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ની ટીમને પણ આ મામલામાં સામેલ કરવામાં આવી શકે છે, જેથી નકલી વસ્તુઓના કેમિકલ ટેસ્ટિંગ કરી શકાય અને જનારોગ્યને જોખમની તપાસ કરી શકાય.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

આ ઘટના કચ્છ જેવા વિસ્તારોમાં ફેલાયેલા નકલી વસ્તુઓના માફિયાને ઉજાગર કરી રહી છે. સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોમાં ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે આવી નકલી વસ્તુઓથી ત્વચા અને મોંના સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં જ શરદીની નકલી દવાના કારણે 22થી વધારે બાળકોના મોત થયા છે. આ વચ્ચે નકલી કોલગેટ પણ મોઢાના કેન્સર જેવા ભયંકર રોગોને આમંત્રણ આપી શકે છે, તે શક્યતાઓને નકારી શકાય નહીં.

આ પણ વાંચો- Vadodara : તહેવારો ટાણે SMC સક્રિય, છાણીમાંથી દારૂની મોટી હેરાફેરી પકડી

Tags :
Advertisement

.

×