Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જતા રેસ્કયુની કામગીરી શરૂ

બોરવેલમાં યુવતીના પડી જવાના મામલે એનડીઆરએફની ટુકડી દ્વારા રાત્રે રેસ્કયુની કામગીરી યથાવત રખાઇ
kutch  કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જતા રેસ્કયુની કામગીરી શરૂ
Advertisement
  • કંદેરાઈ ગામમાં યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ
  • ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ
  • યુવતીને બોરવેલની અંદર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે

Kutch: કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતીના પડી જવાના મામલે એનડીઆરએફની ટુકડી દ્વારા રાત્રે રેસ્કયુની કામગીરી યથાવત રખાઇ છે. જેમાં પાઇપ સાથે હુક જોડીને ઇન્દિરાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં મેડિકલ ટિમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઘટનામાં કંદેરાઈ ગામમાં યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ છે.

ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ

જેમાં માહિતી મળ્યા બાદ ભુજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. એસડીએમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. બોરવેલની અંદર પડી ગયેલી યુવતીની હાલત વિશે હજુ સુધી વધુ માહિતી ઉપલબ્ધ નથી. યુવતીની ઓળખ ઈન્દિરાબેન કાનજી મીના તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગ્યે પરિવારના સભ્યોએ નજીકના બોરવેલમાંથી અવાજ સાંભળ્યો હતો.

Advertisement

યુવતીને બોરવેલની અંદર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે

આ પછી જ્યારે પરિવારના સભ્યો બોરવેલ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે બોરવેલમાંથી જ અવાજ આવી રહ્યો હતો. લગભગ અડધો કલાક સુધી બચાવો...બચાવોનો અવાજ આવતો હતો અને થોડીવાર પછી અવાજ બંધ થઈ ગયો હતો. ત્યારે પરિવારના સભ્યોએ પોલીસ અને તંત્રને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સ, વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને બચાવવાનું કામ ચાલુ છે. યુવતીને બોરવેલની અંદર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: BZ Group Scam: મળતીયાઓએ સોશિયલ મીડિયાના વિવિધ ગૃપોમાં CIDની તપાસને ષડયંત્ર ગણાવી

Tags :
Advertisement

.

×