ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ધો. 10 માં અભ્યાસ કરતી સગીરાનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો!

ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીર વયની વિશ્વાએ 17 જાન્યુઆરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
07:46 PM Jan 25, 2025 IST | Vipul Sen
ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીર વયની વિશ્વાએ 17 જાન્યુઆરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
Kutch_Gujarat_first
  1. Kutch નાં રાપરમાં ધોરણ 10 ની સગીરાનાં આપઘાતનો મામલો
  2. શિક્ષિકાનાં ત્રાસથી દીકરીએ અંતિમ પગલું ભર્યું હતું
  3. ફરિયાદ નોંધાયા બાદ શિક્ષિકા ભૂગર્ભમાં ઉતરી ગયા
  4. તપાસ ચાલુ હોવાનું પોલીસનું એક જ રટણ

કચ્છનાં (Kutch) રાપરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીરાનાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શિક્ષિકાનાં ત્રાસથી દીકરીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફરિયાદ બાદ શિક્ષિકા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વિગત પણ સામે આવી છે. ફરિયાદનાં 4 દિવસ બાદ પણ શિક્ષિકા જિજ્ઞાશા ચૌધરીનો કોઈ પતો નહી. જ્યારે, પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવાનું રટણ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો - Kutch: રાપરના ભીમાસર ગામની સગીરાએ કરેલ આત્મહત્યાનું કારણ સામે આવ્યું, આચાર્ય સામે લગાવ્યા આક્ષેપ

શિક્ષિકાનાં માનસિક ત્રાસથી કંટાળી સગીરાએ આપઘાત કર્યાનો આરોપ

કચ્છ જિલ્લાનાં (Kutch) રાપર તાલુકાનાં ભીમાસર ગામમાં રહેતી અને ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીર વયની વિશ્વાએ 17 જાન્યુઆરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. અંતિમવિધિ બાદ મૃતક દીકરીનો સામાન ચેક કરતા તેમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં શાળાનાં શિક્ષિકા દ્વારા હાથ ઉપાડીને વારંવાર માનસિક ત્રાસ અપાતો હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પરિવારે આડેસર પોલીસ મથકે (Adesar Police Station) ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ ફરિયાદ બાદથી જ શિક્ષિકા જિજ્ઞાસાબેન ચૌધરી ભૂગર્ભમાં ઊતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો - Banaskantha : ઘાણા ગામે લક્કી ડ્રો કૌભાંડનો મામલો, પોલીસની મોટી કાર્યવાહી

ફરિયાદ બાદથી શિક્ષિકાનો અતોપતો નથી, પોલીસનું તપાસનું રટણ

માહિતી અનુસાર, પોલીસ પાસે જિજ્ઞાસાબેન ચૌધરીનો અતોપતો નથી. ફરિયાદનાં 4 દિવસ પછી પણ જિજ્ઞાસાબેન ચૌધરીને પોલીસ શોધી શકી નથી. આ મામલે પોલીસે દ્વારા તપાસ ચાલુ છે તેવું રટણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પીએમ, સ્યૂસાઇડ નોટ સગીરાએ જ લખી છે કે નહીં તેની ખાત્રી માટે સ્યૂસાઇડ નોટને લેબમાં મોકલવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, હવે પોલીસ દ્વારા આરોપી શિક્ષિકા જિજ્ઞાસાબેન ચૌધરીની ક્યારે ધરપકડ કરાશે તેને લઈ સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો - સાધ્વી બનવા 'Mahakumbh' આવેલી ડિઝાને ગુરુજીએ શું કહ્યું ? Gujarat First સાથે ખાસ વાતચીત

Tags :
Adesar Police StationBhimasarBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJignasha ChaudharyKutchLatest News In GujaratiNews In GujaratiRaparStudent Suicide Case
Next Article