Kutch : ફરી કચ્છની ધરતી ધ્રુજી, 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
- કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો (Kutch)
- કચ્છમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ
- મંગળવારે રાત્રે અંદાજે 10.21 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો
- ધોળાવીરા પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ, સતત 4 દિવસથી નોંધાઈ રહ્યા છે ભૂકંપના આંચકા
Kutch : કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. કચ્છમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાતે 10.21 કલાકે ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે. ભૂકંપનું (Earthquake) કેન્દ્રબિંદુ ધોળાવીરા પાસે નોંધાયું છે. નોંધનીય છે કે, સતત 4 દિવસથી કચ્છમાં ભૂકંપના આંચકો લોકો અનુભવી રહ્યા છે. આ પહેલા પણ કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી.
આ પણ વાંચો - Morbi : શાળા સંચાલકોનો લૂલો બચાવ! ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ કહી આ વાત
કચ્છમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ
કચ્છમાં (Kutch) ફરી એકવાર ધરતી ધ્રુજી છે. માહિતી અનુસાર કચ્છમાં આજે રાતે અંદાજે 10.21 કલાકે ભૂંકપનો આંચકો લોકોએ અનુભવ્યો છે. ભૂકંપની તીવ્રતા 3.6 ની નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ધોળાવીરા (Dholavira) પાસે હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, ભૂકંપનનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જણાવી દઈએ કે, છેલ્લા 2-4 દિવસથી કચ્છમાં ભૂકંપનાં આંચકા અનુભવાઈ રહ્યા છે.
આ પણ વાંચો - ઈકો ગાડી અને ટ્રેક્ટર લેવા માટે રાજ્ય સરકાર ઓછા વ્યાજે આપશે ધિરાણ
રવિવારે પણ આવ્યો હતો ભૂકંપ, તીવ્રતા 4.0 નોંધાઈ હતી
આ પહેલા કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી (Khawda) 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં હતું. ભૂકંપનાં કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો. રવિવારે રાત્રે ભૂકંપના આંચકા બાદ ખાવડા, ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો - Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!


