Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

kutch : વર્માનગરની ઓઢણ નામની ભેંસે બનાવ્યો નવો રેકોર્ડ

કચ્છની ભેંસનો દબદબો યથાવત ગઢવીની ઓઢણ નામની ભેંસ 7,11,000માં વહેંચાઈ અગાઉ પણ કચ્છની ભેંસ લાખોમાં વહેંચાઈ હતી kutch: કચ્છડો (kutch)મારે માસ નથી કહેવાતો, અહીંની અનેક ભૌગોલિક અને કુદરતી વિશેસતાઓ તેને ખાસ બનાવે છે જેના પરિણામ અહીંના જનજીવનમાં તેની અસર...
kutch   વર્માનગરની ઓઢણ નામની ભેંસે  બનાવ્યો નવો રેકોર્ડ
Advertisement
  1. કચ્છની ભેંસનો દબદબો યથાવત
  2. ગઢવીની ઓઢણ નામની ભેંસ 7,11,000માં વહેંચાઈ
  3. અગાઉ પણ કચ્છની ભેંસ લાખોમાં વહેંચાઈ હતી

kutch: કચ્છડો (kutch)મારે માસ નથી કહેવાતો, અહીંની અનેક ભૌગોલિક અને કુદરતી વિશેસતાઓ તેને ખાસ બનાવે છે જેના પરિણામ અહીંના જનજીવનમાં તેની અસર જોવા મળતી રહે છે. જેનું સચોટ ઉદાહરણ અહીંની બન્ની નસલની ભેંસો પરથી પણ મળી જાય છે. રાજ્યમાં કચ્છની ભેંસો(Buffalo)ની ડિમાન્ડ કાયમ રહેતી આવી છે. જેના ભાગરૂપે લખપત તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર વર્માનગર પાસેના સોનલનગરના માલધારીની એક ભેંસ રૂ 7.11 લાખમાં વેચાઈ છે . બન્ની નસલની ઓઢણ નામની ભેંસ ઊંચી કિંમતમાં વેચાતા માલધારીએ ખુશી વ્યક્ત કરી હતી.

ઓઢણનામની ભેંસન  આટલા લાખમાં  વેચાઈ

પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા સોનલનગરના રહેવાસી મંગલદાન હરદાન ગઢવીની માલિકીની બન્ની નસલની ઓઢણનામની ભેંસને ગાંધીનગરના ચંદ્રાલા ગામના પશુપાલક ગોવાભાઇ રબારી અને લાલાભાઇ રબારીએ ખરીદી છે. રૂપિયા 7,11,000 ની ઉંચી કિંમત આપીને ખરીદેલી ભેંસ 20 લિટરથી વધુ દૂધ આપે છે. પરંતુ આટલી ઉંચી વિક્રમી કિંમતમાં આ વિસ્તારની ભેંસ વેચાઈ હોય તેવો સંભવત આ પ્રથમ કિસ્સો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -VADODARA : વરસાદી માહોલ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો

તો વિશે ભેંસોનું પાલનપોષણ કરતા ભચાઉ તાલુકાના માલધારી વાઘજી પુના છાંગાએ કહ્યું હતું કે કચ્છની બન્ની નસલની ભેંસ ખુબજ સ્વસ્થ હોવાથી તેની રાજ્યભરમાં માગ રહેતી હોવાથી તેના ભાવ કાયમ ઊંચા રહેતા હોય છે. સોનલનગરની ભેંસની કિંમત 7 લાખથી વધુ મળવા બદલ તેમણે આ કચ્છના માલધારીઓ માટે ગૌરવની પળ ગણાવી હતી. હાલ તેમની પાસે રહેલા એક પાડાની કિંમત રૂ 4 લાખથી વધુની બોલાય છે પરંતુ તેને અન્ય ભેંસ અને પાડી સાથે તરણેતરના મેળામાં પ્રદર્શન માટે મુકવાની હોવાથી વેચાણ કરતા નથી.

Tags :
Advertisement

.

×