Ahmedabad : બોપલમાં ભૂ-માફિયા બેફામ ! વિદેશ પ્રવાસે ગયેલા માલિકનો બગીચો-દિવાલ તોડી RCC રોડ બનાવી દીધો
- Ahmedabad : બોપલ ભૂ-માફિયાનો કાળો કારોબાર : બગીચો તોડી RCC રસ્તો બનાવ્યો, CCTVમાં કેદ !
- સિનિયર સિટીઝનની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન : બોપલમાં 30-40 ગુંડાઓએ તોડફોડ કરી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ FIRની માગ!
- દિવાળી વેકેશનમાં ઘર તોડફોડ : અમદાવાદના ગજેન્દ્રસિંહની જમીન પર માફિયાનો કબજો, વળતર અને કેસની માંગ!
Ahmedabad : અમદાવાદના બોપલ વિસ્તારમાં ભૂ-માફિયા બેફામ બન્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂમાફિયાઓ દ્વારા સ્ટર્લિંગ સિટીમાં એક સિનિયર સિટીઝનના ઘરના બગીચા અને દિવાલને તોડીને RCCનો રસ્તો બનાવવામાં આવ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેની સમગ્ર વિગતો CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. મકાન માલિક પાછલા કેટલાક દિવસથી વિદેશ ફરવા ગયા હોવાથી ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને ભૂમાફિયાઓ દ્વારા તેમના ઘરની દિવાળ તોડીને તેમના ઘરના બગીચા સુધી આરસીસીનો રોડ બનાવી દીધો હતો.
Ahmedabad : દિવાળી વેકેશન કરવા ગયેલા મકાન માલિકને આંચકો
મૂળ માલિક ગજેન્દ્રસિંહ સરદાર જેઓ છેલ્લા 34 વર્ષથી અહીં પત્ની સાથે એકલા વસે છે, તેઓ 23 ઓક્ટોબરથી દિવાળી સુધી વેકેશન માટે વિદેશ ગયા હતા. આ દરમિયાન 30થી 40 અજાણ્યા અસામાજિક તત્વોએ તેમની 400 વર્ગયાર્ડની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને સ્થાનિક પોલીસને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તાત્કાલિક FIR નોંધાવવા તથા નુકસાનનું વળતર અને સિનિયર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની મજબૂત માગણી ઉઠી છે. આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં એકલા જીવન જીવતા વૃદ્ધોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે.
સીસીટીવીમાં કેદ થયા ભૂમાફિયા
ઘટના 23 ઓક્ટોબર પછીના દિવસોમાં બની હતી, જ્યારે ગજેન્દ્રસિંહ અને તેમની પત્ની વેકેશન માટે વિદેશ નીકળ્યા હતા. તેમની 400 વર્ગયાર્ડની પ્રોપર્ટીનો પ્લાન સમગ્ર રીતે મંજૂર છે, અને તેઓ અહીં 34 વર્ષથી શાંતિથી વસે છે. પરંતુ વિદેશમાંથી પરત ફર્યા ત્યારે તેમને આઘાત લાગ્યો હતો. તેમનો સુંદર બગીચો અને ઘરની દિવાલ તોડીને RCCનો રસ્તો બનાવવામાં આવ્યો હતો! CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે 30થી 40 અજાણ્યા લોકો બુલડોઝર અને તોડફોડના સાધનો સાથે રાત્રે આવીને તોડફોડ કરે છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માગ
"આ જમીન મારી પોતાની છે, અને આ તોડફોડથી અમારું આર્થિક અને માનસિક નુકસાન થયું છે. ભૂ-માફિયા કોણ છે, તે અંગે તપાસ કરીને તેમના સામે એક્શન લેવામાં આવે અમને વળતર અપાવવામાં આવે તેવી માંગણી ગજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે," તે ઉપરાંત ગજેન્દ્રસિંહ સરદાર જેઓ હવે પોલીસ અને વહીવટી અધિકારીઓને મળીને આ મામલાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગંભીર ગુનો બનાવવા માગે છે.
લોકોએ ઘટનાની કરી નિંદા
આ પ્રોપર્ટી સ્ટર્લિંગ સિટીના વ્યસ્ત વિસ્તારમાં આવેલી છે, જ્યાં તાજેતરમાં વિકાસના નામે અનેક વિવાદો થયા છે. ગજેન્દ્રસિંહના પડોશીઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે. "અમે પણ એકલા વસીએ છીએ, અને આવી ઘટનાઓથી ભય લાગે છે. સરકારે સિનિયર સિટીઝનો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ."
સિનિયર સિટીઝનને કરવામાં આવી રહ્યા છે ટાર્ગેટ
આ ઘટના પછી શહેરમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝનની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા માગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં સિનિયર સિટીઝનને વધારે પ્રમાણમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાઇબર ક્રાઈમ આચરનારાઓ તો સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતાં હતા, પરંતુ હવે ભૂમાફિયાઓ પણ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવા લાગતા એક નવો જ વિવાદ ઉભો થયો છે. આ ઘટના પછી આસપાસના અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. શું ભૂમાફિયાઓથી પોતાના ઘર-બારની પણ સુરક્ષા કરી શકાશે નહીં તેવો એક અદ્રશ્ય ડર લોકોના મનમાં ઉભો થયો છે.
આ પણ વાંચો- કરોડોનું કાળુ નાણું Cryptocurrency માં ફેરવવા આંગડિયામાં મોકલેલી રકમ પૈકી 1 કરોડ લઈને ગઠીયો ફરાર


