Vijay Rupani passes away : સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું, બાળકો વાત કરતા રડી પડ્યા
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વ.વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ
- કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવારને પાઠવી સાંત્વના
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પ્લેન ક્રેશમાં નિધન થતા અમદાવાદથી પ્લેન મારફતે તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ યાત્રા નીકળી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન સુધી રાજમાર્ગો પર રથ ફર્યો હતો. રાજકીય-સામાજિક આગેવાનો અલગ અલગ રૂટ પર પહોંચ્યા હતા. ગ્રીનલેન્ડર ચોકડી ખાતે મોટી સંખ્યામાં આગેવાન પહોંચ્યા હતા. અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉટ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. આ અંતિમ યાત્રામાં સંઘના આગેવાનો પણ જોડાયા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટ પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
![]()
સ્વ. વિજયભાઈ રૂપાણીનાં અંતિમ દર્શન કરવા સાધુ-સંતો આવ્યા
અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થતા તેમના પરિવારજનો સહિત રાજકીય નેતાઓ તેમજ રાજકોટવાસીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. વિજયભાઈ રૂપાણીનાં આજે અંતિમ દર્શન કરવા માટે તેમના પાર્થિવ દેહને રાજકોટ લાગવામાં આવ્યો હતો. સ્વ. વિજયભાઈ રૂપાણીના ગુરૂ રાજકોટ તેમના નિવાસ સ્થા પહોંચ્યા હતા. સ્વ. વિજય રૂપાણીના ગુરૂ અંતિમ દર્શન કરવા માટે સાધુ-સંતો પણ દર્શન કરવા આવ્યા હતા. ચણાકા ગામના ગુરૂએ વિજયભાઈની અંતિમ ઈચ્છા બાકી હોવાનું કહ્યું હતું. તેમના માતાજીના મંદિરે લિફ્ટ નાખવાની ઈચ્છા બાકી રહી છે. ઈન્દ્રેશ્વર મહાદેવના મહંત રામાનંદી બાપુ વિજય રૂપાણીના ગુરૂ છે.
પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના બાળકોએ સંવેદના વ્યક્ત કરી
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનાં અંતિમ દર્શન માટે આજે તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા બાળકો સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા વાત કરતા તેઓ રડી પડ્યા હતા. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ્રમાં અભ્યાસ કરતા બાળકોએ ગુજરાત ફર્સ્ટ ખાતે વાતચીતમાં પોતાના સંવેદન વ્યક્ત કર્યા હતા. અને તેમનાં લંગોટિયા મિત્રો સાથે પણ વાતચીત કરી અને તેમણે જણાવ્યું કે, અહીંથી અભ્યાસ પૂર્ણ કરી તેઓ સારી નોકરીઓ પર પહોંચ્યા છે. પણ વિજયભાઈ ક્યારેય જાહેરમાં વાત કહી નથી કે એમાં તેમનો પણ હિસ્સો છે. બાળકોએ રૂપાણી સાહેબના નિસ્વાર્થ યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભાવુક થયા હતા.


