Parliament : દિલ્હીની ઠંડીમાં રાજકીય ગરમાવો, ખડગે-પીએમ વચ્ચે ઠહાકા..
- રાજધાની દિલ્હીમાં સવારે હળવી ઠંડી વચ્ચે ગરમ રાજકીય વાતાવરણ
- સવાર-સવારમાં દિલ્હીમાં જોવા મળ્યું અનોખુ દ્રષ્ય
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો અને કંઇક કહ્યું
- આ સાંભળીને વડાપ્રધાન ખડખડાટ હસી પડ્યા
Parliament : હવે રાજધાની દિલ્હીમાં સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ સંસદમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઘણા દિવસોથી વિપક્ષ સંભલ અને અદાણીના મુદ્દે હોબાળો મચાવી રહ્યો છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આજે સવારે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે સંસદ ભવન (Parliament )નાં લૉનમાં નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ઉભા હતા. ત્યારપછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદીની નજર મળી અને પછી જે થયું તે કેમેરામાં રેકોર્ડ થઈ ગયું.
મલ્લિકાર્જુન ખડગેએ પહેલા પીએમ સાથે હાથ મિલાવ્યો અને પછી ઈશારામાં કંઈક કહ્યું
અહીં નેતાઓને એક કતારમાં ઉભેલા જોઈને કેમેરામેન અને તસવીરકારો તસવીરો ક્લિક કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા પીએમ સાથે હાથ મિલાવ્યો અને પછી ઈશારામાં કંઈક કહ્યું અને પીએમ જોરથી હસી પડ્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ પાછળ ઉભા હતા જેઓ ગૃહની કાર્યવાહી ખોરવાઈ જતા જોઈ રહ્યા છે.
આ પણ વાંચો---CM બનતા જ દેવેન્દ્ર ફડણવીસનુ મોટું એલાન, લાડલી બહેન યોજનામાં વધારવામાં આવશે રૂપિયા
લોકશાહીની આ જ ખૂબી છે
જો કે તે માત્ર એક મુલાકાત હતી પરંતુ તેણે એક સંદેશ પણ આપ્યો હતો. લોકશાહીની આ જ ખૂબી છે કે આપણે સરકારમાં હોઈએ કે વિપક્ષમાં, આપણે એકબીજા પાસેથી જવાબ માંગીએ પણ મતભેદ ન હોવા જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમએ કહ્યું કે આજે જ્યારે દેશ તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે, ત્યારે તેઓ ફરી એકવાર તેમના વિઝનને સાકાર કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો---મોદી અને અદાણી એક છે, નિવેદન પર BJP ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- 'રાહુલ ગાંધી દેશદ્રોહી છે...'