ભારતમાં પેપર લીક કરવા એક ધંધો બની ચુક્યો છે: ઉપરાષ્ટ્રપતિ ધનખડનું ચોકાવનારુ નિવેદન
- પેપરલીક કરવાની એક ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે
- સરકાર દ્વારા તેના માટે કાયદો લવાયો તે સરાહનીય
- પેપરલીક થાય તે લાખો યુવાનોના ભવિષ્ય ધુંધળા થાય છે
Jagdeep Dhankhar On Paper Leak:જગદીપ ધનખડે કહ્યું કે, જો પેપર લીક થાય છે તો પસંદગી નિષ્પક્ષતાનો કોઇ અર્થ રહેતો નથી. પેપર લીક કરવાની એક ઇન્ડસ્ટ્રી બની ચુકી છે. આ એક પ્રકારનો વ્યાપાર બની ચુક્યો છે.
પેપરલીક ઇન્ડસ્ટ્રી બંધ થાય તે ખુબ જ જરૂરી
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પેપર લીક અંગે કહ્યું કે, આના પર પ્રતિબંધ લાગવો જોઇએ. પેપર લીક એક પ્રકારનો વેપાર બની ચુક્યો છે. જગદીપ ધનખડે કહ્યું કે, જો પેપર લીક થાય છે તો પસંદગીની નિષ્પક્ષતાનો કોઇ જ અર્થ રહેતો નથી. પેપર લીક કરવું એક ઇન્ડસ્ટ્રી બની ચુકી છે એક પ્રકારનો વ્યાપાર બની ચુક્યો છે. આ એક એવી બુરાઇ છે જેના પર લગામ લગાવવી જોઇએ.
આ પણ વાંચો : કન્નૌજ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત, અનેક કામદારો કચડાયા, 5નો આબાદ બચાવ
કેન્દ્રની મોદી સરકારના કર્યા વખાણ
કેન્દ્રની મોદી સરકાર પરથી લવાયેલા જાહેર પરીક્ષા વિધેયક 2024 ના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વખાણ કર્યા હતા. જો કે તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, હું જાહેર પરીશ્રા (અયોગ્ય સાધન રોકથામ) વિધેયક 2024 અંગે સરકાર તરફથી કરવામાં આવેલી પહેલની સરાહના કરુ છું. વિદ્યાર્થીઓને હવે બે ડરનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલી પરીક્ષાનો ડર અને બીજો પેપરલીકનો ડર.
પેપર લીના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થાય છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, વિદ્યાર્થીઓ મહિનાઓ સુધી તૈયારીઓ કરે છે, જો કે જ્યારે પેપર લીક થાય છે તો તેમના માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થાય છે. આ ખુબ જ નિરાશાજનક અને હૃદયવિદારક સ્થિતિ હોય છે.
આ પણ વાંચો : Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી
પેપર લીક અંગે નિશાન પર રહે છે મોદી સરકાર
ભારતમાં પેપર લીકનો મુદ્દો એટલો મોટો થઇ ચુક્યો છે હવે આ મામલે સુપ્રીમ કોર્ટ પણ અનેકવાર સરકારની ઝાટકણી કાઢી ચુકી છે. તે દરેક રાજયમાં વિપક્ષ માટે મુદ્દો પણ હોય છે. અનેક રાજનીતિક દળોએ તો આ અંગે પ્રદર્શન અને ધરણા પણ કર્યા છે. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ અંગે મોદી સરકાર પર નિશાન સાધતા 3 જાન્યુઆરીએ કહ્યું હતું કે, ભાજપ યુવાનોના ભવિષ્ય સાથે રમત કરી રહ્યું છે. ભાજપ યુવાનોના ભવિષ્યને એકલવ્યની જેમ નષ્ટ કરી રહ્યું છે.
યુવાનોનો અવાજ દબાવે છે મોદી સરકાર
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકારી ભર્તીમાં થઇ રહેલા મોટા ગોટાલા યુવાનો માટે અન્યાય છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, પહેલા તો ભર્તી પ્રક્રિયા જ થતી નહોતી હવે નોકરીઓની જગ્યા નિકળી રહી છે તો પરીક્ષામાં ગોટાળા થઇ રહ્યા છે. પરીક્ષાનું આયોજન કરવામાં નથી આવતું અથવા પેપર લીક થઇ જાય છે. જ્યારે યુવાનો આ સમસ્યા સામે ન્યાયની માંગ કરે છે તો તેમના અવાજને ક્રુરતા પુર્વક દબાવી દેવામાં આવે છે.
આ પણ વાંચો : દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ શાળાની જગ્યાએ બનાવી મધુશાલા : અનુરાગ ઠાકુર


