Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lion Temple : એક એવું સ્થાન જ્યાં થાય છે સિંહની પૂજા, પણ કેમ ? જાણો કરુણ કહાની!

ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે.
lion temple   એક એવું સ્થાન જ્યાં થાય છે સિંહની પૂજા  પણ કેમ   જાણો કરુણ કહાની
Advertisement
  1. અમરેલીનાં રાજુલા તાલુકામાં આવેલું છે Lion Temple!
  2. વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક, જ્યાં થાય છે સિંહણની પૂજા
  3. ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા, સિંહ પ્રેમીઓએ સ્મૃતિ સ્મારક બનાવ્યું
  4. લોકોને સિંહ પ્રત્યે ધરાવે છે અનોખી આસ્થા, સિંહની પૂજા અને આરતી કરે છે

Amreli : તમે ભગવાનનાં મંદિરો તો અનેક જોયા હશે. પરંતુ, સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે ? આજે અમે તમને બતાવશું સિંહનું મંદિરની (Lion Temple).. તમને આશ્ચર્ય થશે કે સિંહનું સ્મારક કંઈ રીતે હોઈ શકે ? પરંતુ, આ હકીકત છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના (Amreli) રાજુલા તાલુકામાં (Rajula) આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંનાં લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે. આજે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Gujarat First Music Festival : સોમનાથ મંદિરના સાનિધ્યમાં Gujarat First નો સૌથી મોટો સંગીતોત્સવ

Advertisement

Advertisement

અમરેલીના રાજુલા તાલુકામાં આવેલું છે વિશ્વનું એકમાત્ર Lion Temple!

આજે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશેની વાત કરીશું. અમરેલી જિલ્લાના (Amreli) રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે (World Lion Day) આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે, જેમ હનુમાન ચાલીસા થયા તેમ જ સિંહ ચાલીસાનું પઠન પણ થાય છે. ગીરનાં (Gir) સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદગીર (Bruhad Gir) તરીકે ઓળખાય છે. સિંહ પ્રેમીઓનું કહેવું છે કે, વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક (Lion Temple) છે. જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે. અમરેલી જિલ્લાના લોકો પહેલાંથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે.

આ પણ વાંચો - Surat Tiranga Yatra : કેન્દ્રીયમંત્રી C.R. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું ?

ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા હતા

સિંહ પ્રેમીઓને વર્ષ 2014 માં સ્મારક (Lion Memorial) બનાવવાનો વિચાર આવ્યો હતો. કારણ કે વર્ષ 2014 માં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા હતા. અકસ્માતમાં મોતની રાજ્યમાં આ પહેલી ઘટના હતી એવું સિંહ પ્રેમીઓનું કહેવું છે. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા અને લોકભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. ગામનાં જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું હતું. ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો, સિંહ પ્રેમીઓ અને વનવિભાગના (Forest Department) અધિકારીઓ ઉપસ્થિત રહે છે. અને સિંહ ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. સિંહ સ્મારકની વાત સાંભળી અહીં બહારથી પણ લોકો આવી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. સિંહણનાં આ સ્મારક પર લોકો માનતા પુરી કરવા પણ આવે છે.

આ પણ વાંચો - Attack on Journalist : પત્રકાર પર હુમલા મામલે હવે તપાસ LCB ની 3 ટીમ કરશે

Tags :
Advertisement

.

×