Cyclone Montha: આંધ્રપ્રદેશમાં વેર્યો વિનાશ, ત્રણ લોકોના મોત થતા ઓડિશામાં રેડ એલર્ટ જાહેર
Cyclone Montha: આજે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા (Cyclone Montha) ત્રાટક્યું છે. મંગળવારે રાત્રે તે આંધ્રપ્રદેશ-યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું હતુ. ગંજમ કિનારા પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતથી આઠ જિલ્લાઓ (દક્ષિણ) પ્રભાવિત થયા છે. જેમાં ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, 11,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 30,000 વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ત્રીસ ODRF ટીમો અને પાંચ NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.
મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા
મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા, અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પડી ગયા. શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કોનાસીમામાં એક વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડતાં મૃત્યુ થયું. ઝાડ પડવાની ઘટનામાં બે અન્ય ઘાયલ પણ થયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. તેની તીવ્રતા ઘટશે. મોન્થા 300 કિમીના વિસ્તારને આવરી લે છે.
October 29, 2025 1:47 pm
ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
October 29, 2025 12:44 pm
મોન્ટાની અસર ઓડિશામાં પણ અનુભવાઈ રહી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આઠ દક્ષિણ જિલ્લાઓમાં 2,000 થી વધુ રાહત કેન્દ્રો સક્રિય કર્યા છે. અત્યાર સુધીમાં, 11,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. 30,000 લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકારે નવ જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 30 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. દેવમાલી અને મહેન્દ્રગિરી ટેકરીઓમાં પ્રવાસીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવજાત શિશુનું નામ મોંથા રાખવામાં આવ્યું
October 29, 2025 12:28 pm
ઓડિશાના ગજપતિમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. પરિવાર અને તબીબી સ્ટાફે તોફાનથી પ્રેરિત થઈને બાળકનું નામ મોન્થા રાખ્યું છે.
મછલીપટ્ટનમમાં રસ્તા પર પડેલા વૃક્ષો અને થાંભલાઓને NDRF દ્વારા દૂર કરવામાં આવ્યા
October 29, 2025 11:05 am
Cyclone Monthaના કારણે આંધ્ર પ્રદેશના કોનાસીમા જિલ્લામાં કેળાના પાકને નુકસાન થયું
October 29, 2025 11:04 am
આંધ્ર પ્રદેશના ગુંદૂરમાં ભારે હવાઓ ચાલી, અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી
October 29, 2025 10:10 am
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું કે ઓડિશા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આવેલા ગંભીર ચક્રવાતી વાવાઝોડા મોન્થાથી મોટા નુકસાનમાંથી બચી ગયું છે.
October 29, 2025 10:08 am
આંધ્રપ્રદેશના માછલીપટ્ટનમમાં વાવાઝોડાથી અનેક વૃક્ષો, વીજળીના થાંભલા ઉખડી ગયા
October 29, 2025 9:41 am
Cyclone Montha ની ગુજરાતમાં અસર થશે
October 29, 2025 9:22 am
ચક્રવાત મોન્થાએ ગુજરાતમાં પણ તણાવ વધાર્યો છે. અરબી સમુદ્રમાં બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરને કારણે, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 30 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ઓડિશામાં 12 હજાર લોકોને સુરક્ષતિ સ્થળે ખસેડાયા
October 29, 2025 9:20 am
Andhra Pradesh ના દરિયાકાંઠે ટકરાયું મોન્થા વાવાઝોડું પહોંચ્યું છે. જેમાં મછલીપટ્ટનમ-કલિંગપટ્ટનમ વચ્ચે મોન્થા પસાર થયું છે. તેમાં 110 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ છે. ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને નબળું પડશે. તથા વાવાઝોડાના પગલે આંધ્રના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ છે. ઓડિશામાં 12 હજાર લોકોને સુરક્ષતિ સ્થળે ખસેડાયા છે.
તેલંગાણામાં હવામાનમાં પલટો
October 29, 2025 8:45 am
તેલંગાણામાં હવામાનમાં પલટો, હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
વાવાઝોડાએ આંધ્રપ્રદેશ અને યાનન કિનારાને પાર કર્યું
October 29, 2025 8:42 am
ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કર્યું, તાજેતરના અવલોકનો સૂચવે છે કે 'મોન્થા' નામનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું કાકીનાડાના દક્ષિણમાં, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યાનન કિનારાને પાર કર્યું છે.
ગંજમ જિલ્લાના ગોપાલપુર બીચ પર ભારે પવન ફૂંકાયો
October 29, 2025 8:41 am
ઓડિશામાં ચક્રવાત મોન્થાના કારણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બીચ પર ભારે પવન ફૂંકાયો.
આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મોન્થા નબળું પડી ગયું
October 29, 2025 8:41 am
આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા' નબળું પડી ગયું છે, આગામી 6 કલાક સુધી તેની તીવ્રતા જળવાઈ રહેશે: IMD
Cyclone Montha 300 કિમીના વિસ્તારને આવરી લે છે
October 29, 2025 8:32 am
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. તેની તીવ્રતા ઘટશે. મોન્થા 300 કિમીના વિસ્તારને આવરી લે છે
મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા
October 29, 2025 8:32 am
મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા, અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પડી ગયા. શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કોનાસીમામાં એક વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડતાં મૃત્યુ થયું. ઝાડ પડવાની ઘટનામાં બે અન્ય ઘાયલ પણ થયા છે
ત્રીસ ODRF ટીમો અને પાંચ NDRF ટીમો તૈનાત કરવામાં આવી
October 29, 2025 8:32 am
ચક્રવાતથી આઠ જિલ્લાઓ (દક્ષિણ) પ્રભાવિત થયા છે. જેમાં ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, 11,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 30,000 વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ત્રીસ ODRF ટીમો અને પાંચ NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.
80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
October 29, 2025 8:32 am
Cyclone Montha: આજે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા (Cyclone Montha) ત્રાટક્યું છે. મંગળવારે રાત્રે તે આંધ્રપ્રદેશ-યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું હતુ. ગંજમ કિનારા પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.