Pakistan: લાહોર અને મુલતાનમાં 3 દિવસનું લોકડાઉન
- પાકિસ્તાનના પંજાબ પ્રાંતની હાલત વાયુ પ્રદૂષણ થી અત્યંત ખરાબ
- એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધતા લાહોર અને મુલતાનમાં 3 દિવસનું લોકડાઉન
- શાળાઓ બંધ રહેશે, ફેક્ટરીઓ માટે પણ નિયમો બદલાયા
- 2 વખત AQI 2 હજારથી ઉપર ગયો
Air Pollution in Pakistan : પાકિસ્તાનના પંજાબ પ્રાંતની હાલત વાયુ પ્રદૂષણ (Air Pollution in Pakistan)થી અત્યંત ખરાબ થઇ ગઇ છે. સતત વધી રહેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે લાહોર અને મુલતાન જેવા પ્રદુષણથી પ્રભાવિત શહેરોમાં આરોગ્ય કટોકટી લાદી છે. પ્રદૂષણને પહોંચી વળવા અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
સ્મોગનો મુદ્દો સ્વાસ્થ્ય સંકટમાં ફેરવાઈ ગયો
પંજાબ સરકારમાં વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે શુક્રવારે લાહોરમાં આ સમસ્યા અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્મોગનો મુદ્દો સ્વાસ્થ્ય સંકટમાં ફેરવાઈ ગયો છે. આનો સામનો કરવા માટે ઘણા કડક પગલાં ભરવા જરૂરી છે. તેમણે પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારની 10 વર્ષની ક્લાઈમેટ ચેન્જ પોલિસીની પણ જાહેરાત કરી હતી. જેમાં પૂર, કુદરતી આફતો, પુનર્વસન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
2 વખત AQI 2 હજારથી ઉપર ગયો
પાકિસ્તાની ટીવી ચેનલ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર પંજાબની રાજધાની લાહોર અને મુલતાનમાં સ્થિતિ સૌથી ગંભીર છે. અહીંનો AQI બે વખત 2,000થી ઉપર ગયો છે. નબળા AQIના સંદર્ભમાં લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો---Lahore બન્યું વિશ્વનું પ્રદૂષિત શહેર, લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ
Senior Minister Marriyum Aurangzeb announces extension of schools' closure for another week in affected regions
Read more: https://t.co/QhHSiKZpSC#GeoNews
— Geo English (@geonews_english) November 15, 2024
ત્રણ દિવસનું લોકડાઉન પણ લદાયુ
અહેવાલમાં મંત્રી મરિયમ ઔરંગઝેબને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુલતાન અને લાહોરમાં અઠવાડિયામાં ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવાર માટે સંપૂર્ણ લોકડાઉન રહેશે. આટલું જ નહીં, એક અઠવાડિયા માટે બાંધકામના કામ પર પણ પ્રતિબંધ મુકાયો છે.
શાળાઓ બંધ રહેશે, ફેક્ટરીઓ માટે પણ નિયમો બદલાયા
સાવચેતીના પગલા તરીકે, પંજાબ સરકારે લાહોર અને મુલતાનમાં આરોગ્ય કટોકટી લાદી છે અને શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મુલતાન અને લાહોરમાં રેસ્ટોરાં, દુકાનો, બજારો અને શોપિંગ મોલને રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર લાહોર અને મુલતાનમાં રેસ્ટોરાં હાલમાં માત્ર બપોરે 4 વાગ્યા સુધી જ સેવા આપશે. જો કે, ટેકવે સેવા રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો----Pakistan ની હવા બની ખતરનાક! NASA એ સેટેલાઇટ તસવીર શેર કરી


