Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TB સામેની લડાઈ માટે લોકસભા-રાજ્યસભાના MPs ખેલક્ષેત્રે થયા એક

Lok Sabha vs Rajya Sabha MPs Match : આ ચૂંટણીની નહીં, TB સામે એક થવાની તૈયારી છે
tb સામેની લડાઈ માટે લોકસભા રાજ્યસભાના mps ખેલક્ષેત્રે થયા એક
Advertisement
  • MPs માટે આ માત્ર એક રમત નથી પરંતુ એક પ્રતીક છે
  • આ ચૂંટણીની નહીં, TB સામે એક થવાની તૈયારી છે
  • એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ

Lok Sabha vs Rajya Sabha MPs Match : Delhi ના ધ્યાનચંદ સ્ટેડિયમમાં MPs દ્વારા આયોજિત Cricket match માં અનોખો નજારો જોવા મળ્યો. આ Cricket match નો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં TBનો અંત લાવવાનો હતો. આ ઐતિહાસિક રમતમાં ભારતના સંસદસભ્યોએ એક ટીમ બનાવી અને ગંભીર સામાજિક મુદ્દાના ઉકેલ તરીકે તેમની ભૂમિકા રજૂ કરી હતી. આ Cricket match માં સંસદના ઘણા અગ્રણી નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

MPs માટે આ માત્ર એક રમત નથી પરંતુ એક પ્રતીક છે

Anurag Thakur એ આ ઇવેન્ટ વિશે જણાવ્યું હતું કે આ રમત માત્ર મનોરંજન નથી, પરંતુ તેનો એક મોટો હેતુ TB સામેની લડાઈ છે. રાજીવ પ્રતાપ રૂધિએ જણાવ્યું હતું કે આ Cricket match દેશભરમાં TB સામે જાગૃતિ ફેલાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો MPs માટે આ માત્ર એક રમત નથી પરંતુ એક પ્રતીક છે, જે રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને એક સામાન્ય લક્ષ્ય તરફ કામ કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો: Maharashtra cabinet માં નિર્માણ પહેલા પડ્યું ભંગાણ, શિવસેનાના ઉપનેતાએ આપ્યું રાજીનામું

Advertisement

આ ચૂંટણીની નહીં, TB સામે એક થવાની તૈયારી છે

આ પ્રસંગે MPsએ ફિટનેસના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેઓ સમજે છે કે સ્વસ્થ શરીર દ્વારા જ સ્વસ્થ રાષ્ટ્રનો પાયો નાખવામાં આવી શકે છે. આ સંદર્ભમાંKiren Rijijuએ જણાવ્યું હતું કે રમતગમત દ્વારા લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. MPs વચ્ચે સ્પર્ધા અને સહકાર બંનેની આપ-લે કરવામાં આવી હતી. આ ઘટનામાં કેટલાક MPs એ રાજકીય કડવાશ છોડીને એકબીજા સાથે રમતને આગળ વધારી હતી. મનોજ તિવારીએ સ્પષ્ટ કહ્યું કે આ ચૂંટણીની તૈયારી નથી, TB સામે એક થવાની તૈયારી છે. આ દરમિયાન MPs એ સંદેશ આપ્યો કે આપણે બધા રાજનીતિની સીમાઓથી આગળ વધીને સાથે મળીને કામ કરી શકીએ છીએ.

એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ

Cricket match એ સાબિત કર્યું કે ભારતીય રાજકારણમાં ટોચ પર બેઠેલા નેતાઓમાં પણ સમાજ પ્રત્યે જવાબદારી અને એકતાની ભાવના છે. આ ઇવેન્ટ એક મોટા અભિયાનનો એક ભાગ હતો જેનો ઉદ્દેશ્ય દેશને TB મુક્ત બનાવવાનો છે. આ ઘટનાએ સાબિત કર્યું કે MPs વચ્ચેના અણબનાવને દૂર કરવા માટે રમતગમત એક શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. આ કાર્યક્રમ પછી MPs એ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને ફિટનેસના મહત્વને સમજીને આપણે દેશના દરેક નાગરિકને આ સંદેશ આપવો જોઈએ કે સાથે મળીને આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ.

આ પણ વાંચો: Sambhal માં 46 વર્ષ જૂનું મંદિર મળતા CM Yogi ના ઈતિહાસ પર સવાલો ઉઠ્યા

Tags :
Advertisement

.

×