Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા

સુરતનાં જહાંગીરપુરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 15 કિમી સુધી રથયાત્રા ફરી હતી.
surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી  હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા
Advertisement
  • સુરતના જહાંગીરપુરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી
  • શહેરના વિવિધ વિસ્તારોમાં 15 કિમી સુધી રથયાત્રા ફરશે
  • કલેક્ટર, મેયર અને પોલીસ કમિશનરે રથને પ્રસ્થાન કરાવ્યા

આજે અષાઢી બીજના દિવસે સુરતમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 15 કિમી સુધી રથયાત્રા ફરી હતી. કલેક્ટર, મેયર અને પોલીસ કમિશ્નર દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


હજારોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા

આ રથયાત્રામાં પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. તેમજ સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા સહિત ડ્રોન કેમેરા દ્વારા નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચોઃ LIVE: 148th Rath Yatra: ત્રણેય રથ દરીયાપુર તંબુ ચોકીથી શાહપુર તરફ રવાના, દરિયાપુરમાં વરસાદી માહોલ છવાયો

Advertisement

ભગવાન જગન્નાથના આશીર્વાદ તમામ સુરતીઓ પર રહેઃ દક્ષેશ માવાણી

સુરત મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તમામ સુરતીઓવતી ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન કરુ છું. ભગવાન જગન્નાથના આશીર્વાદ તમામ સુરતીઓ પર રહે. દુખો તેમજ કષ્ટોથી મુક્તિ મળે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. એજ ભગવાન જગન્નાથને અભ્યર્થના.

આ પણ વાંચોઃ Bharuch મનરેગા કૌભાંડમાં ત્રીજી ધરપકડ, હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ

Tags :
Advertisement

.

×