Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથની ઉતારી આરતી
- અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ
- મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ
- ભગવાન જગન્નાથની યોજાઈ નેત્રોત્સવ વિધિ
- વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે બંધાયા પાટા
ભગવાન જગન્નાથજી ની 148મી રથયાત્રાની સૌ ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 148મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે ભગવાનના નેત્રોત્સવ ની વિધિ વિધિવત રીતે સંપન્ન થઈ છે.
જય રણછોડ માખણ ચોર.. ભગવાન જગન્નાથજી ની નેત્રોત્સવ ની વિધિ આજે જગન્નાથ મંદિરે કરવામાં આવી કહેવાય છે કે ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફરે છે ત્યારે તેમને આંખ આવી ગઈ હોવાથી તેમને આંખે પાટા બાંધવામાં આવતા હોય છે ત્યારે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી આજના દિવસે ભગવાનના આંખે પાટા બાંધેલા મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે વહેલી સવારથી જગન્નાથ મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.. નેત્રોત્સવની વિધિનો લાભ લીધો હતો. આજના દિવસે મંદિરની ધ્વજા પણ બદલવામાં આવતી હોય છે ત્યારે તે વિધિ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
આજના દિવસે નેત્રોત્સવ વિધિ તો થાય છે પરંતુ મંદિરમાં જુદી જુદી જગ્યાએથી આવેલા હજારો સાધુ સંતોનો ભંડારો પણ કરવામાં આવે છે સાધુ-સંતોને ભોજન પીરસી તેમને સત્કરવામાં આવે છે. ત્યારે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આજના દિવસે અહીંયા ભંડારામાં ભોજન લે છે જગન્નાથ મંદિરની પ્રસાદી માટે કહેવાય છે કાલી રોટી સફેદ દાલ એટલે કે માલપુવા અને દૂધપાક હજારો ભક્તો અહીંયા પ્રસાદી રૂપે આરોગે છે.તેમજ દેશભરના સાધુ સંતોએ પણ પ્રસાદ લીધો હતો.
આ પણ વાંચોઃ Gujarat rain : હવામાન વિભાગની 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
148 મી રથયાત્રા ને લઈને ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે મંદિરના પ્રાંગણમાં દિવસભર ભક્તોની ભારે ભીડ મંદિરમાં રહી હતી. નેત્રોત્સવ ,ધજારોહણ અને ભંડારામાં હજારોની સંખ્યમાં ઉમટી પડ્યા હતા અને મંદિરમાં જગન્નાથજીનો જયકારાના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું .
આ પણ વાંચોઃ VADODARA : 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારમાં બંધારણ સર્વોપરિ' : મેયર


