બાંગ્લાદેશની ઘુસણખોર TMC ની પ્રધાન બની ગઇ, કોણ છે લવલી ખાતુન
Lovely Khatun : પશ્ચિમ બંગાળના રાશીદાબાદ ગ્રામ પંચાયતની પ્રધાન લવલી ખાતુનની ઓળખનો મામલો હવે વિવાદિત બની રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેઓ બાંગ્લાદેશી છે અને બિનકાયદેસરી રીતે ભારતમાં આવી છે. આ મામલે ખાતુનની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પણ એક્ટિવ થઇ ચુકી છે અને તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ કલકત્તા હાઇકોર્ટે આ આરોપો અંગે રિપોર્ટ પણ મંગાવ્યો છે.
કોણ છે લવલી ખાતુન?
TV9 બાંગ્લાના રિપોર્ટ અનુસાર લવલીનું અસલી નામ નાસિયા શેખ છે. કથિત રીતે તે પાસપોર્ટ વગર જ ભારત પહોંચી હતી. અહીં તેણે પોતાની તમામ ઓળખ મિટાવી દીધી હતી. પિતાનું નામ બદલીને શેખ મુસ્તુફા કરી દીધું હતું. દસ્તાવેજોમાં આ જ નામ નોંધાયેલું છે. તેમણે વર્ષ 2015 માંવોટર કાર્ડ મળ્યું અને 2018 માં જન્મ પ્રમાણપત્ર મળ્યું. રિપોર્ટ અનુસાર લવલીના પિતાનું અસલી નામ જમીલ બિસ્વાહ છે.
આ પણ વાંચો : નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતો માટે મહત્વના નિર્ણયો, ખાતર પર મળશે વધારે સબસિડી
TMC નેતાએ જ કર્યો લવલી વિરુદ્ધ કેસ
લવલીની વિરુદ્ધ હાઇકોર્ટમાં ચંચલની રહેવાસી રેહાના મુસ્લાતાના દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. રેહાનાએ વર્ષ 2022 માં લવલીની વિરુદ્ધ જ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હતી, જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
લવલી ખાતુન કોંગ્રેસ તરફથી લડી અને TMC માં જોડાઇ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર રેહાનાની વકીલ અમલાન ભાદુડીએ કહ્યું કે, અરજી દાખલ કરનારી રેહાના સુલ્તાને તૃણમુલ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જો કે લવલી ખાતુન સામે હારી ગઇ હતી. ખાતુને કોંગ્રેસ અને લેફ્ટની ઉમેદવાર બનીને ચૂંટણી લડી હતી. ચૂંટણી જીત્યાના એક કે બે મહિના બાદ ખાતુને ટીએમસી સાથે જોડાઇ ગઇ હતી.
આ પણ વાંચો : Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ખુલાસો, ઓપરેશન બાદ દર્દીઓને વિવિધ તકલીફો આવી
મુળ બાંગ્લાદેશી છે લવલી
આરોપ લગાવ્યો કે, ખાતુન બાંગ્લાદેશી અપ્રવાસી છે. તેનો આરોપ છે કે, ખાતુનના નામ રહેલું આધારકાર્ડ અને જન્મનો દાખલો નકલી દસ્તાવેજના આધારે બન્યા છે. અમે સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક તંત્રની પાસે ગયા હતા જો કે કોઇ જ કાર્યવાહી થઇ નહોતી. જેના કારણે આખરે અમે 2024 માં કલકત્તા હાઇકોર્ટમાં પહોંચ્યા છીએ. ખાતુને ચૂંટણીમાં પોતાની પાત્રતા સાબિત કરવા માટે આધાર કાર્ડ, વોટર કાર્ડ અને ઓબીસીનો દરજ્જો પ્રાપ્ત કરવા માટેના નકલી દસ્તાવેજ બનાવ્યા છે.
બાજુના ગામના વ્યક્તિને પોતાના પિતા બનાવ્યા
અમને સ્થાનિક સ્તરેથી માહિતી મળી કે ખાતુન પાડોશના ગામમાં ગઇ હતી. જ્યાં તેણે એક વ્યક્તિને પોતાના પિતા તરીકે સ્થાપિત કર્યો હતો. તમામ લોકો જાણે છે કે, તેના પિતાનું નામ શેખ મુસ્તફા નહીં પરંતુ જમીલ બિસ્વાસ છે. એટલે સુધી કે એનપીઆર પર પણ શેખ મુસ્તફાના પરિવારમાં લવલીનો કોઇ જ ઉલ્લેખ નથી.
આ પણ વાંચો : Ahmedabad: હોટલમાં ખાવા જતા પહેલા ચેતી જજો,પનીરની શબ્જીમાંથી ચિકન નીકળ્યું


