Lumpy virus: પાલનપુર તાલુકામાં લમ્પી વાયરસના કારણે પશુપાલકોમાં ભય ફેલાયો
- ભુતેડી, ચડોતર અને ચંડીસરમાં પશુઓમાં લમ્પી રોગની શરૂઆત
- વર્ષ 2022માં Lumpy રોગથી હજારો પશુઓના થયા હતા મોત
- લમ્પી રોગમાં પશુઓના શરીર પર થાય છે ફોલ્લા
Lumpy virus: પાલનપુર તાલુકામાં ફરી વધુ એકવાર લમ્પી વાયરસે દેખા દીધી છે. જેમાં ભુતેડી, ચડોતર અને ચંડીસરમાં પશુઓમાં લમ્પી રોગની શરૂઆત થઇ છે. વર્ષ 2022માં લમ્પી રોગથી હજારો પશુઓના મોત થયા હતા. તેમજ લમ્પી રોગમાં પશુઓના શરીર પર ફોલ્લા થાય છે. પશુના આંખમાંથી પાણી આવે અને પશુ ખોરાક છોડી દે છે. લમ્પી અંગે તંત્ર ગંભીરતા નહીં દાખવે પરિસ્થિતિ વિકટ બની શકે છે.
જાણો શું છે આ લમ્પી રોગ
આ રોગના પશુને પહેલા 8 થી 10 દિવસ તાવ આવે છે અને ત્યાર બાદ પશુના શરીર પર ગાંઠો નીકળે છે. અમુક સમય બાદ આ ગાંઠો બેસી જાય છે અથવા ફૂટે છે. અમુક કેસમાં જ્યાં શ્વસન તંત્રમાં ગાંઠો હોય તો પશુઓને વધારે જોખમ રહેતું હોય છે. આ રોગ વાયરસથી થતો રોગ છે. આ રોગ સમયે પશુઓને આરામ આપવો જોઈએ.
પશુને આ Lumpy રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ના મોકલવું
પશુને આ રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ના મોકલવું જોઈએ. સીમાડા સુધી જવામાં પશુને વધારે તકલીફ પડે છે અને રોગનું પ્રમાણ વધે છે. જો પશુઓમાં આ રોગ જોવા મળે તો પશુઓને ચરિયાણ કરવા ના મોકલવું જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવી શકાય.
ગીલોય, લીમડો, હળદર, મરી અને એલોવેરાના ઉપચાર
આ રોગ માટે આર્યુવેદિક કુદરતી ઉપચાર છે અને તેનું પરિણામ પણ ખૂબ સારુ છે. આ ઉપચાર 20-25 દિવસ જેટલો સમય લાગે છે. આ ઉપચારમાં ગીલોયની વેલ, તેની ડાળખીઓ અને પાંદડાઓ આ રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગીલોયના ઉકાળામાં ગોળનું મિશ્રણ કરીને ગાયોને આપવામાં આવે તો તે આ રોગ સામે રક્ષણ આપવા મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત ગાયોને લીમડાનું પાણી પીવડાવવું તેમજ લીમડાના પાણીથી નવડાવવું અને લીમડો ખવડાવવો. ઉપરાંત હળદર ખવડાવવી, પીવડાવવી તેમજ તેના પાણીથી નવડાવી અને સોજા તેમજ ફોલા પર લગાવવી શકાય છે. આ રોગ માટે મરી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે તો મરીનો પણ ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: Gujarat Rain: ભારે વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


