Diljit Dosanjh ના ગીતોના ગીતકારને મારી નાખવાની ધમકી સાથે...
- Harmanjeet Singh પાસેથી ખંડણી પણ માગવામાં આવી
- તપાસમાં શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે
- માણસા જિલ્લાના કોટલ્લુ ગામમાં શિક્ષક તરીકે પોસ્ટેડ છે
lyricist Harmanjeet Singh : દેશ અને વિદેશમાં પંજાબી સંગીતકારો પોતાના આગવી ઓળખ મેળવી રહ્યા છે. ભારત દેશના પંજાબી ગાયકો અને સંગીતકીર આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાના શૈલીને વધુ રોશન કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં પંજાબી ગાયકો દ્વારા આંતરારાષ્ટ્રિય સ્તરે એવા અનેક કોન્સર્ટ કર્યા છે. પરંતુ પંજાબી ગાયકો અવાર-નવાર વિવિધ વિવાદોનું કારણ બનતા હોય છે. તો વિશ્વભરમાં મશહૂર ગાયક અને રેપર સિંધુ મુસેવાલાની સરેઆમ પંજાબમાં હત્યા કરવામાં આવી હતી.
Harmanjeet Singh પાસેથી ખંડણી પણ માગવામાં આવી
ત્યારે તાજેતરમાં મશહૂર ગીતકાર Harmanjeet Singh ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તો Harmanjeet Singh એ પંજાબમાં અનેક સુપરહીટ ગીતના બોલ લખ્યા છે. તે ઉપરાંત Harmanjeet Singh એ દિલજીત દોસાંઝેના ગીતોના પણ અનેક બોલ લખ્યા છે. તો Harmanjeet Singh પાસેથી ખંડણી પણ માગવામાં આવી હતી. તો Harmanjeet Singh એ એક પુસ્તક પણ લખ્યું છે. તેનું નામ રાની તત છે અને તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.
આ પણ વાંચો: સોનુ સૂદનો શોકિંગ ખુલાસો: સીએમ-ડેપ્યુટી સીએમ પદ માટે ઓફર મળી હતી
View this post on Instagram
તપાસમાં શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે
ગીતકારે ધમકીઓ મળ્યા બાદ અને ખંડણીની માંગણી કર્યા બાદ પોલીસમાં FIR નોંધાવી છે. ત્યારબાદ શાળાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. Harmanjeet Singh ખયલાએ માણસા સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનું કહેવાય છે. માનસાના ડીએસપી બુટા સિંહ ગિલે મીડિયાને કહ્યું, પોલીસને ગીતકાર Harmanjeet Singhની ફરિયાદ મળી હતી. તેને ધમકીભર્યો પત્ર મળ્યો હતો જેમાં 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જો ખંડણી નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.
માણસા જિલ્લાના કોટલ્લુ ગામમાં શિક્ષક તરીકે પોસ્ટેડ છે
બૂટા સિંહ ગિલે વધુમાં કહ્યું કે, માનસાની સદર પોલીસે આ મામલે FIR નોંધીને તરત જ તપાસ શરૂ કરી છે. આ પછી એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. ગીતકાર Harmanjeet Singh ખ્યાલા પણ માણસા જિલ્લાના કોટલ્લુ ગામમાં શિક્ષક તરીકે પોસ્ટેડ છે. તેમના દ્વારા લખાયેલા મોટાભાગના ગીતો ગાયક દિલજીત દોસાંઝે ગાયા છે. Harmanjeet Singhે ઘણી પંજાબી ફિલ્મો માટે ગીતો પણ લખ્યા છે.
આ પણ વાંચો: મહારાજા અને દ્રશ્યમ જેવી ફિલ્મોનું આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ સામે ચણા પણ નહીં


