Mahakumbh 2025: મહાશિવરાત્રીમાં અત્યાર સુધી 1.18 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન!
- મહાશિવરાત્રિ અને મહાકુંભનો અંતિમ દિવસ
- શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ તરફ જાણે દોટ મૂકી
- 1.18 કરોડો લોકોએ સંગમ તટમાં પવિત્ર સ્નાન કર્યુ
Mahakumbh 2025:આજે મહાશિવરાત્રિ (maha shivratri)અને મહાકુંભનો (mahakumbh)અંતિમ દિવસ છે. ત્યારે શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ ( prayagraj)તરફ જાણે દોટ મૂકી હોય તેમ લાગી રહ્યુ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 1 કરોડ અને બપોરે 2 વાગ્યા સુધીમાં 1.18 કરોડો લોકોએ સંગમ તટમાં પવિત્ર સ્નાન કર્યુ છે.
મહાસ્નાનમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
મહત્વનું છે કે આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે, આ દિવસે મહાકુંભનું છેલ્લું મોટું સ્નાન છે, અને આજે મહા શિવરાત્રી પણ છે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ જ કારણસર આજે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ મેળામાં દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા છે. 25મી તારીખ સુધીમાં 64.6 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યો છે. મહત્વનું છે કે મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો.
આ પણ વાંચો -Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર રાશિ અનુસાર કરો શિવલિંગનો અભિષેક, ચમકી જશે કિસ્મત
આજે મહત્વપૂર્ણ દિવસ છે- શ્રી શ્રી રવિશંકર
મહાશિવરાત્રી અને મહાકુંભના અંતિમ દિવસે, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર કહે છે, જુઓ લાખો લોકો કેવી રીતે આવી રહ્યા છે અને શિવના આશીર્વાદ લઈ રહ્યા છે. આ એક મહાન દિવસ છે અને આજે મહાકુંભ પણ સમાપ્ત થયો છે.
સાચું કહું તો, હું પાછો જવા માંગતો નથી - સ્વામી ચિદાનંદ સરસ્વતી
પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતી કહે છે, "સાચું કહું તો, હું પાછો જવા માંગતો નથી. અમે અહીં સંગમમાં સનાતનના એકત્ર થવાની ઝલક જોઈ. અહીં આવેલા બધાને હું નમન કરું છું .
આ પણ વાંચો -Maha Shivratri : મહાશિવરાત્રી પર રાત્રિના છેલ્લા પ્રહારની પૂજાનો શુભ સમય કયો?
ભારતની અડધી વસ્તી મહાકુંભમાં આવી- અવધેશાનંદ ગિરી
મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ કહે છે, "ભારતની લગભગ અડધી વસ્તી કુંભમાં પહોંચી હતી. વિવિધ જાતિઓ, ધાર્મિક માન્યતાઓ અને મંતવ્યોના લોકો અહીં એકઠા થયા હતા. દુનિયાએ આપણી એકતા જોઈ. દુનિયાએ આપણી સભ્યતા અને સંસ્કૃતિની ઝલક જોઈ. ભારતની અડધી વસ્તીએ અહીં કુંભમાં વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી. કુંભ આજે પૂર્ણ થયો. હું પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું અને આ માટે તેમને અભિનંદન આપું છું. બહુ જ સરસ વ્યવસ્થા.