Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ
- કિન્નર મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાત
- મમતા કુલકર્ણીએ જણાવ્યું કેવી રીતે આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો
- બોલીવુડની મોહમાયા છોડી સાધ્વી બન્યા મમતા કુલકર્ણી
- ‘અભિનેત્રીનું જીવન 23 વર્ષ પહેલા જ છોડી દીધુ હતુ’
- ‘12 વર્ષ સુધી સખત તપ કર્યુ હતું મમતા કુલકર્ણીએ’
- ‘જન્મ સિદ્ધ કરવા માટે આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો’
પ્રયાગરાજ ખાતે આયોજિત 144માં મહાકુંભમાં ઉપસ્થિત રહેલ અભિનેત્રી મમતા કુલકર્ણી અને હાલ તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ તરીકે ઓળખાય છે. તેમની સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિએ જણાવ્યું કે, સિલિબ્રિટીનું જીવન મેં 23 વર્ષ પહેલા જ છોડી દીધું હતું. મેં 12 વર્ષ સુધી તપ કર્યું છે, વર્ષ 2000થી 2012 સુધી મેં ઘોર તપસ્યા કરી છે. અને ત્યારબાદ બીજા 7-8 વર્ષ સુધી મેં ઉગ્ર તપ કર્યું. તો હવે આ મારી ઉપાધી છે કે, મેં આટલું તપ કર્યું છે. અને ચાર દિવસથી હું અહીંયા કુંભમેળામાં આવી છું. તો અહીંયા અનેક જગતગુરુ છે તો એમની સાથે મારી ચર્ચા થઈ, ધર્મ, ધ્યાન, આધ્યાત્મ, કુંડલિની શક્તિ પર, પછી તપસ્યાને લઈને. તેમણે એવા પ્રશ્નો પૂછ્યા જે માત્ર એક તપસ્વી જ જાણી શકે છે. જેમણે સમાધીનો અનુભવ કર્યો છે તેઓ માત્ર જ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે. બાકી સામાન્ય વ્યક્તિ સમજી પણ નહીં શકે કે તેઓએ શું પૂછ્યું. તેમના પ્રશ્નનો જવાબ મેં તેમને આપ્યો તો તેઓ હેરાન થઈ ગયા. કેમ કે જે વ્યક્તિ સાધના કરે છે અને તેની કુંડલિની શક્તિ નિર્વિકલ્પ સમાધી સુધી પહોંચે છે તે જ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે. મેં 12 વર્ષ સુધી બ્રહ્મચર્યની સાધના કરી છે. જેની અંદર સત્વ, દક્ષિણા પંથ, વામપંથ આવા ત્રણેય ચરણોને પાર કરીને મેં 22-23 વર્ષ સુધી દુબઈમાં રહીને તપ કર્યું છે.
પછી હું 2016-17માં પરત આવી અને જ્યાંથી તપસ્યા છોડી હતી ત્યાંથી ફરી શરૂ કરી. તપસ્યા એટલે એવું છે કે આપણે જેટલું કરીએ તેટલું ઓછું છે. સમગ્ર જીવન આપી દઈએ તો પણ ઓછું છે. આપણે પાંચ જન્મ લઈએ તો પણ આપણે કુંડલિની શક્તિને જાણી શકતા નથી. મેં 23 વર્ષ ભલે આપ્યા તો પણ મને ઓછા લાગે છે. આજે પણ હું ધ્યાન કરું છું.
મમતા કુલકર્ણી એ બોલીવુડ કેમ છોડ્યું?
મમતાગિરિ એટલે કે (મમતા કુલકર્ણી)એ જણાવ્યું કે, મારો જન્મ જ આ ઉદ્દેશ્ય માટે થયો હતો. હું જ્યારે એક મહિના પહેલા આવી ત્યારે મેં મીડિયાને જણાવ્યું હતું કે, મહાકાલી માતાએ મારા દાદીને કહ્યું હતું કે, વો આ રહી હૈ, અને મારા દાદીએ મારું નામ યમાઈ રાખ્યું હતું. યમાઈ એટલે કે રામજી સીતાજીની શોધ માટે વનમાં નીકળ્યા હતા ત્યારે મહાકાલીએ રામ ભગવાનની પરીક્ષા માટે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. અને રામ ભગવાને કહ્યું કે, યમાઈ આ તમે કેમ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. યમાઈ મતલબ યમા કી આત્મા.
મમતા કુલકર્ણીએ તેમના પર થયેલ પોલીસ કેસ વિશે શું કહ્યું?
યમાઈ મમતાગિરિએ જણાવ્યું કે, મારી પર કોઈ કેસ હતો જ નહીં, મારી સામે કોઈ સબૂત હતા જ નહીં. હું દુબઈ અને કેન્યા હતી તો મને ત્યાંથી અહીંયા લાવી શક્યા હોત. અને મેં આટલું તપ કર્યું છે, અને હાલ મને મહામંડલેશ્વર તરીકેની ઉપાધી મળી છે તો મારા સંઘર્ષ પછી મને જે મળ્યું છે એટલે મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા.
મમતા કુલકર્ણી પરત ફરશે બોલીવુડમાં?
મમતા કુલકર્ણીએ બોલીવુડ પરત ફરવા વિશે જણાવ્યું કે, જેઓ પરત ફરે છે તેમણે ક્યારેય તપ કર્યું જ ન હતું. જો તેમણે ધ્યાન, તપસ્યા કે સાધના કરી હોત તો તેઓએ ક્યારેય પરત ના ફરે. તેઓ ક્યારેય પરિપક્વ થયા જ નથી, તેઓ કાચા હોય છે એટલે જ જાય છે, આવે છે, તેવું કરે છે. તેમને દરેક જગ્યાએ બ્રહ્મ દેખાય છે.
આ પણ વાંચો: Mahakumbh: આ 144મો મહાકુંભ દરેક સનાતનીઓ માટે મહત્ત્વપૂર્ણ સમય છે: રમેશભાઈ ઓઝા