Kutch : સ્વામીનાં બફાટ સામે સાધુ સંતોનો વિરોધ, આવતીકાલથી મોગલધામના મહંત અનશન કરશે
- સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે વિરોધમાં ઉતર્યા મોગલધામના મહંત
- કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિબાપુ આવતીકાલથી અનશન કરશે
- મહંત ચારણ ઋષિબાપુએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત
- 2 દિવસ બાદ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલ થશે"
કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિબાપુએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. આવતીકાલથી મોગલધામ ચારણ ઋષિબાપુ અનશન પર બેસશે. કાલે બાપુ તથા બાકી સંતો સાથે મળીને અનશન પર બેસશે. બાપુએ કહ્યું કે હવે સહન થતુ નથી. સમાજને કહ્યું કે હવે આપ સૌ બહાર આવો. આપણે સાથે મળીને પાઠ ભણાવવાનો છે. સંતો બાપુ સાથે જોડાયા છે. મને કોઈ ધમકીથી ફરક પડતો નથી. 2 દિવસ હું મોગલધામ બેસીશ. ધર્મ ગુરૂ કેમ કેમ બોલતા નતી. સત્ય છે એ સત્ય છે. સત્ય બોલવામાં કોઈ વાંધો નથી. બે દિવસ મોગલધામ બેસીશ પછી સ્વામિનારાયણના ગુરૂકૂળમાં હલ્લાબોલ થશે. ચેનલવાળા સત્યય જ બતાવશે. ચેનલને હું અભિનંદન આપું છું.
Rushi Bapu MogalDham Kabrau : કબરાઉ ઋષિબાપુ આવતીકાલથી કેમ અનશન પર | Gujarat First#Mogaldham #kabrau #Charan #Rushibapu #mogalmaa #Gujaratfirst pic.twitter.com/W95fLlMHcC
— Gujarat First (@GujaratFirst) April 1, 2025
આહીર સમાજનાં આગેવાનોમાં રોષ
દ્વારકાધીશ પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીએ કરેલ વિવાદિત ટીપ્પણી બાદ આહીર સમાજનાં આગેવાનો તેમજ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત રહેતા આહીર સમાજનાં આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહીર સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, સ્વામી દ્વારકા જઈ દ્વારકાપતી સમક્ષ માફી માંગે તેવી માંગ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયને તેમનો પંથ મુબારક છે. પરંતું દ્વારકાધીશ પ્રત્યેની ટિપ્પણી સમાજ નહી ચલાવી લે. જો માફી માંગવામાં નહી આવે તો સમાજ અલગ અલગ કાર્યક્રમો આપશે
આ પણ વાંચોઃ ડીસા ફટાકડા ફેક્ટરીવાળો આરોપી Deepakkumar Mohnani ક્રિકેટ સટ્ટાનો પણ મહારથી
આપણા ધર્મને ધક્કો લાગી રહ્યો છે: મણીધર બાપુ
નીલકંઠ સ્વામીનાં બફાટને લઈ મોગલધામ કબરાઉનાં બાપુમાં રોષ જોવા મળ્યો હતો. કચ્છ કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિ મણીધર બાપુએ હુંકાર કર્યો છે. તેમજ ચારણ ઋષિ મણીધર બાપુ આમરણાંત પ્રતિક ઉપવાસ કરશે. સ્વામીઓ શંકરાચાર્યજીને લેખિત બાંહેધરી ન આપે ત્યાં સુધી ઉપવાસ કરશે. મણીધર બાપુએ કહ્યું હતું કે, આ લોકો બફાટ કરે છે, કોઈ બંધ કેમ નથી કરતા, હવે અમારા સાધુ સંતોથી રહેવાતુ નથી. હવે ધૂણા જાગૃત કરવાના છે. અનુષ્ઠાન કરવાના છે. અનુષ્ઠાન કરવાની પહેલ કરૂ છું.
આ પણ વાંચોઃ પદ્મશ્રી ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજી દ્વારા Gokuldham Nar ખાતે પ્રોસ્થેટિક લિમ્બસ સેવાકાર્યની વિશેષ મુલાકાત


