IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં મહાપંચાયતનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ, DGP હટાવવાની માંગ
- હરિયાણાના IPSPuranSuicideCase માં મહાપંચાયતે આપ્યું અલ્ટીમેટમ
- IPS આત્મહત્યા કેસમાં મહાપંચાયતે હરિયાણા સરકારને અલ્ટીમેટમ
- રાજ્યના પોલીસ મહાનિર્દેશને 48 કલાકમાં હટાવવાની કરાઇ ઉગ્ર માંગ
હરિયાણાના IPS અધિકારી વાય. પૂરણ કુમારના આત્મહત્યા કેસની તપાસ માટે રચાયેલી 31 સભ્યોની સમિતિએ એક મહાપંચાયત દરમિયાન પોતાનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. સમિતિએ આ કેસમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ ખાસ કરીને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) ને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે હરિયાણા સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
IPSPuranSuicideCase માં રાજ્ય સરકારને અલ્ટીમેટમ
નોંધનીય છે કે સમિતિના અધ્યક્ષ જનનાયણ દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયમાં જણાવાયું હતું કે DGPને દૂર કર્યા પછી જ મૃતક IPS અધિકારીના પોસ્ટમોર્ટમ અને આગળના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે. સમિતિનો ઉદ્દેશ્ય ચંદીગઢ પ્રશાસકને મેમોરેન્ડમ સુપરત કરવાનો અને જો તેમની માંગણીઓ ન સંતોષાય, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાનો છે. આ માટે જિલ્લા અને બ્લોક સ્તરે પણ સમિતિઓની રચના કરવામાં આવશે, જે વહીવટીતંત્રને મેમોરેન્ડમ સુપરત કરશે.
IPSPuranSuicideCase માં પત્નીના કહેવાથી આ કલમો ઉમેરાઇ
આ વિવાદ વચ્ચે, IPS અધિકારી વાય. પૂરણ કુમાર આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસે તેમની પત્ની અમનીત પી. કુમારની ફરિયાદ બાદ FIRમાં SC/ST (અત્યાચાર નિવારણ) કાયદાની વધુ એક કલમ ઉમેરી છે. અમનીતે પોલીસને પત્ર લખીને વિનંતી કરી હતી કે FIRમાં પહેલાથી સમાવિષ્ટ કાયદાની નબળી કલમોને બદલે કલમ 3(2)(v) જેવી વધુ યોગ્ય કલમ ઉમેરવામાં આવે.આ કેસની તપાસ માટે રચાયેલી છ સભ્યોની SITનું નેતૃત્વ કરી રહેલા ચંદીગઢના IG પુષ્પેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, FIRમાં કલમ ૩(૨)(v) ઉમેરવામાં આવી છે. જોકે, પૂરણ કુમારના પરિવારે હજુ સુધી તેમની માંગણીઓ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપી નથી.
IPSPuranSuicideCase માં SPને હટાવાયા
હરિયાણા સરકારે શનિવારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રોહતકના પોલીસ અધિક્ષક (SP) નરેન્દ્ર બિજરનિયાને તેમના પદ પરથી હટાવી દીધા છે. બિજરનિયા તે જ પોલીસ અધિકારી છે જેમની સામે IPS અધિકારી વાય. પૂરણ કુમારની પત્નીએ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવીને કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી માટે NDA એ બેઠક વહેંચણીની કરી જાહેરાત, BJP-JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે


