Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : નાગપુરમાં બસ સાથે ઓટોની ટક્કર, સેનાના 2 જવાનોના મોત, 7 ઘાયલ

મહારાષ્ટ્ર (Maharashtra)માં રવિવારે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં સેનાના બે જવાનોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર નજીક રવિવારે સાંજે બસ અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માતમાં સેનાના બે સૈનિકોના મોત થયા છે અને છ અન્ય ઘાયલ થયા જેમાંથી બેની હાલત ગંભીર છે....
maharashtra   નાગપુરમાં બસ સાથે ઓટોની ટક્કર  સેનાના 2 જવાનોના મોત  7 ઘાયલ
Advertisement

મહારાષ્ટ્ર (Maharashtra)માં રવિવારે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં સેનાના બે જવાનોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર નજીક રવિવારે સાંજે બસ અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માતમાં સેનાના બે સૈનિકોના મોત થયા છે અને છ અન્ય ઘાયલ થયા જેમાંથી બેની હાલત ગંભીર છે. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેમ્પ્ટી શહેર નજીક કાન્હા નદીના પૂલ સાંજે 5 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં ઓટો ચાલકને પણ ગમ્ભીએ ઈજાઓ થઇ હતી. તેમણે વધુમાં કહ્યું કે, અકસ્માતના કારનો હજુ જાણવા મળ્યા નથી. નાગપુર પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાત ઘાયલ લોકોની વિવિધ હોસ્પિટલના સારવાર ચાલી રહી છે.

ઓટોમાં આઠ સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા...

તેમણે જણાવ્યું કે, ઓટોમાં મુસાફરી કરી રહેલા આઠ સૈનિકોમાંથી વિગ્નેશ અને ધીરજ રાયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે અન્ય ઘાયલ જવાનોની ઓળખ દીન પ્રધાન, કુમાર પી, શેખર જાધવ, અરવિંદ, મુરુગન અને નાગરત્નમ તરીકે થઇ છે.

Advertisement

Advertisement

બેની હાલત ગંભીર છે...

તેમણે જણાવ્યું કે કેમ્પ્ટીની હોસ્પિટલમાં દાખલ કુમાર પી અને નાગપુરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાગરત્નમની હાલત ગંભીર છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં સામેલ ઓટો ડ્રાઈવર શંકર ખરકબાનની હાલત પણ નાજુક છે.

15 સૈનિકો બે ઓટોમાં જઈ રહ્યા હતા...

નાગપુરથી લગભગ 20 કિલોમીટર દૂર કેમ્પ્ટીમાં સ્થિત આર્મીના ગાર્ડ રેજિમેન્ટલ ટ્રેનિંગ સેન્ટર (GRC)ના કુલ 15 સૈનિકો બે ઓટોમાં ખરીદી માટે કન્હાન ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી અને નાગપુર-જબલપુર હાઈવે બ્લોક કરી દીધો. તેમણે કહ્યું કે પોલીસ અથડામણ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : West Bengal : ટ્રાન્સજેન્ડરોને સરકારી નોકરીમાં એક ટકા અનામત મળશે, હાઈકોર્ટનો આદેશ…

આ પણ વાંચો : CM યોગી AIIMS માં તેમની માતાને મળ્યા, તેમની સ્થિતિ વિશે પૂછ્યું, હોસ્પિટલમાં થયા ભાવુક

આ પણ વાંચો : West Bengal : BJP ના કેન્દ્રીય કાર્યાલય પાસે બોમ્બ જેવી વસ્તુ મળી, ગભરાટનો માહોલ ફેલાયો…

Tags :
Advertisement

.

×