Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Election Result: કંઇક ગરબડ છે? સંજય રાઉતે EC પર લગાવ્યા મોટા આરોપ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ પોતાના દમ પર 100 વધુ બેઠક મળી પરિણામોને વચ્ચે સંજય રાઉતની નિવેદન Maharashtra Election Result:મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો (Maharashtra Election Result)સામે આવી રહ્યા છે. જેમાં બીજેપી ગઠબંધન તોફાની તેજી પૂર્વક આગળ વધી રહ્યુ છે....
maharashtra election result  કંઇક ગરબડ છે  સંજય રાઉતે ec પર લગાવ્યા મોટા આરોપ
Advertisement
  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો
  • ભાજપ પોતાના દમ પર 100 વધુ બેઠક મળી
  • પરિણામોને વચ્ચે સંજય રાઉતની નિવેદન

Maharashtra Election Result:મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો (Maharashtra Election Result)સામે આવી રહ્યા છે. જેમાં બીજેપી ગઠબંધન તોફાની તેજી પૂર્વક આગળ વધી રહ્યુ છે. કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથનું નબળુ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. મહાયુતિ 200ને પાર પહોંચી છે. જ્યારે શિંદે જૂથ બીજા નંબરે અને પછી છે કોંગ્રેસ અને શિવસેનાનું જૂથ. બીજેપી એકલીજ પોતાના દમ પર 100 કરતા વધારે બેઠકો પર આગળ છે. ત્યારે મહારાષ્ટ્રના શરૂઆતી પરિણામોને લઇને ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)ની પ્રતિક્રિયા સામે આવી છે.

આ નિર્ણય જનતાનો નથી- સંજય રાઉત

ચૂંટણીના વલણોમાં મહાયુતિના જોરદાર કમબેકને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. હાલના રૂઝાનો મુજબ મહાયુતિ 221 બેઠકો પર આગળ છે જ્યારે અઘાડી માત્ર 55 બેઠકો પર આગળ છે. આ વલણો પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ જનતાનો નિર્ણય નથી. આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઈ શકે નહીં. અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ભાજપની Maharashtraના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત

કંઇક ગરબડ છે- સંજય રાઉત

તેમણે વધુમાં જણાવ્યું કે અમે જે જોઈ રહ્યા છીએ તેના પરથી એવું લાગે છે કે કંઈક ગરબડ છે. આ જનતાનો નિર્ણય નહોતો. દરેક વ્યક્તિ સમજી જશે કે અહીં શું ગરબડ છે. તેઓએ (મહાયુતિ) એવું કર્યું કે તેઓને 120થી વધુ સીટો મળી રહી છે ? એમવીએને મહારાષ્ટ્રમાં 75 સીટો પણ નથી મળી રહી?

આ પણ  વાંચો -Jharkhand Election Result: શું તૂટશે 24 વર્ષની પરંપરા? હેમંત સોરેન શરૂઆતી ટ્રેન્ડમાં આગળ

સંજય રાઉતે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

સંજય રાઉતે કહ્યું, 'બે દિવસ પહેલા ગૌતમ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. 2 હજાર કરોડનો લાંચનો મામલો છે, તેમાં ભાજપનું રહસ્ય ખુલ્લું પડી ગયું છે. તેના પરથી ધ્યાન હટાવવા માટે આ એક સંપૂર્ણ છેતરપિંડી હતી, તેની તૈયારીઓ ચાલી રહી હતી. મહારાષ્ટ્ર ગૌતમ અદાણીના ખિસ્સામાં જાય છે, મુંબઈ અદાણીના ખિસ્સામાં જાય છે, અમે વિરોધ કર્યો હતો કે અદાણી આવું નહીં થવા દે. આવા પરિણામો રાજ્ય પર લાદવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×