Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra માં મહાયુતિ કે MVA!, Matrize એક્ઝિટ પોલમાં NDA ને 170 બેઠકો મળવાની ધારણા

મેટ્રિઝના એક્ઝિટ પોલ અનુસાર, MVA ની કોંગ્રેસને 39 થી 47 બેઠકો મળશે મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ આઘાડી વચ્ચે સીધી સ્પર્ધા મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર, Matrize એ એક્ઝિટ પોલ જાહેર કર્યો મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન સમાપ્ત થઈ...
maharashtra માં મહાયુતિ કે mva   matrize એક્ઝિટ પોલમાં nda ને 170 બેઠકો મળવાની ધારણા
Advertisement
  1. મેટ્રિઝના એક્ઝિટ પોલ અનુસાર, MVA ની કોંગ્રેસને 39 થી 47 બેઠકો મળશે
  2. મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ આઘાડી વચ્ચે સીધી સ્પર્ધા
  3. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર, Matrize એ એક્ઝિટ પોલ જાહેર કર્યો

મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે અહીં 23 નવેમ્બરે મતગણતરી થશે, ત્યારબાદ પરિણામ જાહેર થશે. આ પહેલા અહીં થોડા સમય પછી એક્ઝિટ પોલ આવવા લાગશે. માહિતી અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્ર (Maharashtra)માં કુલ 58.22% મતદાન થયું હતું. અહીં ભંડારા જિલ્લામાં સૌથી વધુ 65.88% મતદાન થયું છે અને મુંબઈ શહેરમાં સૌથી ઓછું 49.07% મતદાન થયું છે.

કયા પક્ષને કેટલી બેઠકો?

MATRIZE એક્ઝિટ પોલ મુજબ ભાજપને 89 થી 101 સીટો મળી શકે છે. શિંદે જૂથને 37 થી 45 બેઠકો મળી શકે છે. જ્યારે અજિત પવારને 17 થી 26 બેઠકો મળી શકે છે. મહાવિકાસ આઘાડીના આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસને 39 થી 47 બેઠકો, શિવસેના (UBT)ને 21 થી 29 બેઠકો અને શરદ પવારની પાર્ટીને 35 થી 43 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલના પરિણામોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં કોની સરકાર બનશે. મહારાષ્ટ્ર (Maharashtra)માં આ વખતે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે મુકાબલો છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં આ પહેલીવાર બન્યું છે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને NCP બે જૂથોમાં વહેંચાઈ ગયા છે.

Advertisement

Advertisement

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે?

NCP માં વિભાજન પછી, એક જૂથનું નેતૃત્વ અજિત પવાર કરી રહ્યા છે જ્યારે બીજા જૂથ NCP (SP)નું નેતૃત્વ શરદ પવાર કરી રહ્યા છે. શરદ પવારનું જૂથ કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન સાથે છે, જ્યારે તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળની NCP રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન સાથે છે. તેવી જ રીતે શિવસેના પણ બે જૂથોમાં વહેંચાયેલી છે. આમાં એકનાથ શિંદે એક જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરે બીજા જૂથ શિવસેના (UBT)નું નેતૃત્વ કરી રહ્યા છે. શિંદે જૂથની શિવસેના રાજ્યમાં સત્તાધારી મહાયુતિ સાથે છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ મહાવિકાસ આઘાડી ગઠબંધન સાથે છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત, મુખ્ય લડાઈ શરદ પવારની NCP (SP), અજિત પવારની આગેવાનીવાળી NCP, ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથની શિવસેના વચ્ચે છે.

આ પણ વાંચો : બીડના ઉમેદવાર Balasaheb Shinde નું નિધન, મતદાન કેન્દ્ર પર જ આવ્યો હાર્ટ એટેક

બાલા સાહેબ શિંદેનું નિધન...

તમને જણાવી દઈએ કે વોટિંગ દરમિયાન બીડ વિધાનસભા સીટના અપક્ષ ઉમેદવાર બાલા સાહેબ શિંદેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. આજે દિવસ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)માં મોટા કલાકારો અને ઉદ્યોગપતિઓ મતદાન કરતા જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન અને વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચે સીધો મુકાબલો છે. મહાયુતિ પર સત્તા જાળવી રાખવાનું દબાણ છે જ્યારે MVA સત્તામાં પાછા ફરવાની આશા રાખે છે.

મહારાષ્ટ્ર એગ્ઝિટ પોલ - બહુમતી (145/288)

એજન્સી

મઠાયુતિ

MVA

અન્ય

MATRIZE150-170110-1308-10
Chanakya Strategies152-160130-1386-8
P-Marq137 - 157126 - 1462 - 8
Poll of Polls15512211
Peoples Pulse
175 - 195
85 - 1127 - 12
Poll Diary122 - 18669 - 12112 - 29
Dainik Bhaskar135 - 150125 - 14020 - 25
Times Now-JVC158-159115-11612-13
Electrol Edge117-118149-15019-20

ઝારખંડ એગ્ઝિટ પોલ - બહુમતી (41/81)

એજન્સી

NDA

INDIA

અન્ય

MATRIZE42-4725-301-4
Chanakya Strategies45-5035-3803-05
Peoples Pulse42-4816-238-14
Axis My India24-2552-5302-03
Times Now - JVC40-4430-400-1
Dainik Bhaskar37-4037-4000-02

આ પણ વાંચો : Maharahtra માં રાજનાથ સિંહે ગુજરાતના ગૃહમંત્રીની કરી પ્રસંશા, Video Viral

4140 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા હતા...

માહિતી અનુસાર, મહારાષ્ટ્ર (Maharashtra)માં કુલ 288 વિધાનસભા સીટો છે. આ બેઠકો પર કુલ 4140 ઉમેદવારો ઉભા હતા. જ્યારે 2019 માં આ સંખ્યા 3,239 હતી. ચૂંટણી પંચના આંકડા મુજબ મહારાષ્ટ્ર (Maharashtra)માં કુલ 9,70,25119 કરોડ મતદારો છે. જેમાં 5,00,22739 પુરૂષ અને 4,69,96279 મહિલા મતદારો છે. આ સિવાય રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 6101 ટ્રાન્સજેન્ડર, 6,41,425 અપંગ લોકો, સશસ્ત્ર દળના સેવા મતદારો 1,16,170 છે.

આ પણ વાંચો : મતદાન માટે ગયેલા Akshay Kumar ને વૃદ્ધ શખ્સે રોક્યા, કહ્યું- ભાઈ મારા ટોયલેટનું શું?

Tags :
Advertisement

.

×