Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra ના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશે?

મહારાષ્ટ્ર (Maharashtra)માં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે . પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે. જો અશોક ચવ્હાણ આ પગલું...
maharashtra ના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું  ભાજપમાં જોડાશે
Advertisement

મહારાષ્ટ્ર (Maharashtra)માં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે . પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે. જો અશોક ચવ્હાણ આ પગલું ભરશે તો કોંગ્રેસ માટે તાજેતરના સમયમાં આ ત્રીજો આંચકો હશે. આ પહેલા મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સિદ્દીકી અજિત પવારના જૂથની NCPમાં જોડાઈ ગયા છે. દેવરા શિંદે શિવસેનામાં જોડાયા છે.

1987માં પહેલીવાર સંસદમાં પહોંચેલા અશોક ચવ્હાણ બે વખત લોકસભાના સાંસદ, બે વખત મુખ્યમંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અશોક ચવ્હાણ 8 ડિસેમ્બર 2008 થી 9 નવેમ્બર 2010 સુધી મુખ્યમંત્રી હતા. પરંતુ આદર્શ હાઉસિંગ સોસાયટીમાં કૌભાંડના આરોપોને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તે પહેલા, તેમણે મહારાષ્ટ્ર (Maharashtra)ની વિલાસરાવ દેશમુખ સરકારમાં ઉદ્યોગ, ખાણકામ અને અન્ય વિભાગો સંભાળ્યા હતા.

Advertisement

અશોક ચવ્હાણે તેમની રાજકીય કારકિર્દી મહારાષ્ટ્ર (Maharashtra) પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે શરૂ કરી હતી. વર્ષ 1987 માં, તેઓ નાંદેડ લોકસભા બેઠક પરથી પ્રથમ વખત સાંસદની ચૂંટણી જીત્યા. વર્ષ 1992માં તેઓ વિધાન પરિષદના સભ્ય બન્યા. વર્ષ 1993માં તેઓ મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં મંત્રી બન્યા. 1995 થી 1999 સુધી, તેઓ મહારાષ્ટ્ર (Maharashtra) પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ હતા. વર્ષ 2003માં વિલાસરાવ દેશમુખ સરકારમાં મંત્રી બન્યા.

Advertisement

આ પણ વાંચો : Rozgar Mela : PM મોદીએ આજે ​​1 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું, 47 જગ્યાએ મેળાનું આયોજન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×