ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેન્દ્રિય મંત્રીની હાજરીમાં સ્ટેજ પર મહિલા અધિકારીઓ બાખડ્યા, કોણી મારીને ચૂંટલી ભરી લીધી

આખો વિવાદ પોસ્ટમાસ્ટર જનરલ (પીએમજી) ના પદ અને ચાર્જને લઈને છે. પોસ્ટમાસ્ટર જનરલ શોભા માધલે (નારંગી સાડી) ને 8 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ઘરવાડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નવી નિમણૂક ના થાય ત્યાં સુધી, નાગપુરનો ચાર્જ નવી મુંબઈ પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશી (ગ્રે સાડી) ને સોંપવામાં આવ્યો છે. માધલે ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો હતો અને સ્ટે મેળવ્યો હતો.
12:33 PM Oct 26, 2025 IST | PARTH PANDYA
આખો વિવાદ પોસ્ટમાસ્ટર જનરલ (પીએમજી) ના પદ અને ચાર્જને લઈને છે. પોસ્ટમાસ્ટર જનરલ શોભા માધલે (નારંગી સાડી) ને 8 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ઘરવાડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નવી નિમણૂક ના થાય ત્યાં સુધી, નાગપુરનો ચાર્જ નવી મુંબઈ પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશી (ગ્રે સાડી) ને સોંપવામાં આવ્યો છે. માધલે ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો હતો અને સ્ટે મેળવ્યો હતો.

Turf war between women postal officers : મહારાષ્ટ્રના નાગપુરમાં (Maharastra - Nagpur) બે સિનિયર મહિલા અધિકારીઓના (Turf war between women postal officers) કૃત્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ભારે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની (Nitin Gadkari) સામે. હકીકતમાં, નાગપુરમાં એક સરકારી નોકરી મેળા દરમિયાન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચેનો વિવાદ જાહેર થયો છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે, જેમાં બંને વચ્ચેની હુંસાતુંસી જોવા મળે છે, જેમાં એક અધિકારી બીજાને કોણી મારતા અને ચૂંટલી ભરતા જોઇ શકાય છે.

માધલે ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આખો વિવાદ પોસ્ટમાસ્ટર જનરલ (પીએમજી) ના પદ અને ચાર્જને લઈને છે. પોસ્ટમાસ્ટર જનરલ શોભા માધલે (નારંગી સાડી) ને 8 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના ઘરવાડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નવી નિમણૂક ના થાય ત્યાં સુધી, નાગપુરનો ચાર્જ નવી મુંબઈ પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશી (ગ્રે સાડી) ને સોંપવામાં આવ્યો છે. માધલે ટ્રાન્સફર ઓર્ડરને સક્ષમ કોર્ટમાં પડકાર્યો હતો અને સ્ટે મેળવ્યો હતો. પરિણામે, માધલે અને જોશી વચ્ચે ચાલી રહેલ વિવાદ નોકરી મેળામાં પણ સ્પષ્ટ પણે ખુલીને સામે આવ્યો હતો.

શિસ્તભંગની કાર્યવાહીની શક્યતા

નોકરી મેળામાં, બંને અધિકારીઓ એક જ સોફા પર બેઠા હતા, ત્યારે તેમની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. માધલે (નારંગી સાડીમાં) જોશીના હાથને ધક્કો માર્યો હતો, જેનાથી સોફા પર પાણી છલકાઈ ગયું હતું. માધલે પર આરોપ છે કે, તેણે જોશીનો ડાબો હાથ દબાવ્યો અને કોણી મારી. કેન્દ્રીય મંત્રી ગડકરીની સામે આ અભદ્ર વર્તન બાદ બંને મહિલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની શક્યતા સેવાઇ રહી છે.

આ પણ વાંચો -----  ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની છેડતી: ઇન્દોરમાં 5 કલાકમાં આરોપી અકીલ ખાનની ધરપકડ, જૂઓ Video

Tags :
FemaleOfficerMaharashtraNagpurNitinGadkariSocialmediaTurfWarViralVideo
Next Article